મહારાષ્ટ્રમાં આજથી 17 લાખ સરકારી કર્મચારી ત્રણ દિવસની હડતાળ પર

0
82
Advertisement
Loading...

સાતમા વેતન પંચની ભલામણોને તત્કાળ અમલમાં મૂકવાની મુખ્ય માગણી સહિત અન્ય માગણીઓના ટેકામાં મહારાષ્ટ્ર રાજ્યના 17 લાખ કર્મચારીઓ આજથી ત્રણ દિવસ માટે હડતાળ પર જવાના છે.

સમન્વય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ હડતાળમાં મંત્રાલયોના કર્મચારીઓ, જિલ્લા પરિષદ અને નગરપાલિકા કર્મચારીઓ, શિક્ષકો, શિક્ષકેતર કર્મચારીઓ સામેલ થશે.

હડતાળના ત્રણેય દિવસો દરમિયાન મુંબઈસ્થિત મંત્રાલયના ત્રણેય પ્રવેશદ્વારોને તાળા મારવામાં આવશે, એવું બૃહદમુંબઈ રાજ્ય સરકારી કર્મચારી સંઘટનાના અધ્યક્ષ મિલિંદ દેશમુખ અને નંદૂ કાટકરે જણાવ્યું છે.

કર્મચારી સંગઠનના નેતાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્ય રાજપત્રિત અધિકારી પરિસંઘ પણ હડતાળમાં જોડાશે કારણ કે તેમને એ વાત આશા છે કે તેમની માંગણી પણ સંતોષવામાં આવશે.

દેશમુખે કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આશ્વાસન આપવા છતાં અમારી માંગણીઓ પર સરકાર ચુપ બેઠી છે, જેમાં વેતન આયોગનો રિપોર્ટ લાગુ કરવાનું સામેલ છે, જેને 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવાનું છે. જ્યારે સરકાર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તે આ મામલે બખ્શી સમિતિના રિપોર્ટની રાહ જોઇ રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here