હરિયાણા : શાળાના વિદ્યાર્થીએ આચાર્યને મારી ગોળી

0
201
Advertisement
Loading...

હરિયાણાના યમુનાનગરમાં એક વિદ્યાર્થી એ પોતાની સ્કૂલના આચાર્યને ગોળી મારીને શનિવારે હત્યા કરી નાખી હતી. વિદ્યાર્થીએ આચાર્યને ત્રણ ગોળીઓ મારી હતી. તે પછી તેમની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે કલાકમાં આચાર્યનું મોત થયુ હતું. સ્કૂલના આચાર્યને ગોળી મારનાર 12 કોર્મસના વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના શહેરની થાપર કોલોનીમાં આવેલી વિવેકાનંદ સ્કૂલમાં થઈ છે. આજ કાલ સગીર બાળકો પણ હત્યા કરતા થઈ ગયા છે. જેને લઇને શનિવારે સવારે થયેલ આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

ઉલ્લેખનીય છે કે, આચાર્ય રીતૂ છાબડાએ આરોપી વિદ્યાર્થીને શાળાના નિયમોનું પાલન ન કરવાના કારણે તેને થોડું બોલ્યા હતા. આ વાતને મનમાં રાખીને વિદ્યાર્થીએ શનિવારે સવારે શાળાએ સાથે બંદૂક લઇને આવ્યો હતો. જ્યારે આચાર્ય બધા શિક્ષકો સાથે સ્ટાફ રૂમમાં મિટિંગ કરી રહ્યા હતા, ત્યારે એક પછી એક ત્રણ ગોળીઓ તેમને મારી હતી. ગોળી મારીને વિદ્યાર્થી બહાર ભાગ્યો, ત્યારે બહાર ઊભેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો. આરોપીના પિતાની લાઇસન્સ વાળી બંદૂકથી તેણે ગોળી મારી તેવું ત્યાં ઊભેલા અધ્યાપકોનું કહેવુ છે. પરંતુ પોલીસ હજુ તપાસ કરી રહી છે. ગોળી વાગવાથી આચાર્યનું મોત થયુ છે જ્યારે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here