સરકારે આપી માહિતી, હાલમાં નવી રૂ.2000ની નોટો છાપવામાં આવી રહી નથી !!!

0
139
Advertisement
Loading...

 

દેશના અનેક વિસ્તારોમાં રોકડની અછત પ્રવર્તી રહી હોવાની ફરિયાદો વચ્ચે આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું છે કે વ્યવહારમાં રૂ. 500,200 અને 100ની નોટ સરળતા પુર્વક ચાલી રહી છે અને વધારાની માગ પુરી કરવા રોજ રૂ.3000 કરોડના મુલ્ય જેટલી રૂ. 500ની નોટનું છાપકામ ચાલી રહ્યું છે. તેમણે હૈયાધારણ આપી હતી કે દેશમાં રોકડની ઉપલબ્ધતાની સ્થિતી સંતોષજનક છે અને વધારાની માગ પણ પુરી કરવામાં આવી રહી છે.

તેમણે એ માહિતી પણ આપી કે દેશમાં રૂ. 2000ના મુલ્યની નોટનું છાપકામ હાલ સ્થગિત છે. તેમજ ગર્ગે કહ્યું કે હાલની અર્થવ્યવસ્થા વ્યાજદરો વધારવાના પક્ષમાં નથી. સચિવે કહ્યું કે ગયા સપ્તાહે રોકડની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષ વખતે ધ્યાને આવ્યું હતું કે 85 ટકા ATM કાર્ય કરી રહ્યા હતા. કુલ મળીને દેશમાં રોકડની સ્થિતી સામાન્ય છે. મને નથી લાગતું કે દેશમાં રોકડની કોઈ સમસ્યા હોય.

2000ની નોટ ચલણમાં પુરતા પ્રમાણમાં
તેમણે કહ્યું કે હાલમાં દેશમાં રૂ. 2000ની સાત લાખ કરોડના મુલ્યની નોટ ચલણમાં છે. તેની સંખ્યા માગ કરતાં પણ વધુ હોવાથી રૂ. 2000ની નવી નોટ જારી નથી થઈ રહી. લોકો વચ્ચેની લેવડદેવડમાં રૂ. 500, 200 અને 100ની નોટનું ચલણ વધુ છે. રૂ. 2000ની નોટને લેવડદેવડ માટે સુવિધાકારક નથી મનાતી. રૂ. 500ની નોટનો પુરતો પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુસર રોજ રૂ. 2500 થી 3000 કરોડના મુલ્ય જેટલી નોટ છપાઈ રહી છે.

સિક્યુરિટી ફીચર્સ વધી રહ્યા છે
ગર્ગે જણાવ્યું હતું કે ચલણી નોટની નકલ ના થાય તે હેતુસર રિઝર્વ બેન્ક કરન્સી નોટના સિક્યુરિટી ફીચર્સ વધારી રહી છે. વીતેલા અઢી વર્ષમાં દેશમાં હાઇ ક્વોલિટીની નકલી નોટોના કિસ્સા જવલ્લે જ સામે આવ્યા છે. આવું બને તે માટે રિઝર્વ બેન્ક નવા ફિચર્સ સાથે ચલણી નોટ અમલમાં આવે તે માટે સતત પ્રયાસશીલ કરે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here