સરકારનો મહત્વનો નિર્ણય, સીમકાર્ડ માટે આધારકાર્ડ ફરજિયાત નહીં.

0
121
Advertisement
Loading...

કેન્દ્ર સરકારે મોબાઇલના સીમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નથી તેવી ટેલિકોમ કંપનીઓને સુચના આપી દીધી છે. આમ હવે મોબાઇલ સીમકાર્ડ ખરીદતી વખતે આધાર કાર્ડની જરૂરિયાત પડશે નહીં. મોબાઇલના સીમકાર્ડની ખરીદતી વખતે અન્ય પુરાવા માન્ય ગણાશે.

અન્ય પુરાવામાં જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ઇલેકશન કાર્ડને પણ માન્ય રાખવામાં આવશે. ટેલિકોમ કંપનીના સચિવ અરૂણ સુંદરરાજનને જણાવ્યું છે કે મોબાઇલ કંપનીઓ આ નિર્દેશનો તાત્કિલક અમલ કરે જેના કારણ નવા સીમકાર્ડ ખરીદનારને કોઇ તકલીફ ના પડે.

હવેથી મોબાઈલ સીમકાર્ડ ખરીદતી વખતે આધારકાર્ડની જરૂરીયાત નહીં પડે. સરકારે મોબાઈલ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે ઓળખ માટે અન્ય પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને ઈલેકશન કાર્ડનો સ્વીકાર કરવો પડશે. ટેલિકોમ સચિવ સુંદરાજને કહ્યું કે મોબાઈલ કંપનીઓને તાત્કાલિક ધોરણે આદેશનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

જેથી ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. જો કે, સુપ્રીમ કોર્ટે પહેલાં જ સ્પષ્ટ કર્યું હતુ કે જ્યાં સુધી કોર્ટ પોતાનો નિર્ણય ના આપે ત્યાં સુધી સીમકાર્ડ માટે આધારકાર્ડ ફરજિયાત નથી. સુંદરરાજને જણાવ્યું કે, મંત્રાલય તરફતી તમામ ટેલીકોમ કંપનીઓને સૂચના આપી દેવાઈ છે કે દરેક વ્યક્તિ પાસે આધારકાર્ડ ના હોવાથી તેઓને સીમકાર્ડ આપવાની મનાઈ ના કરે.

અમે તેમને KYC માટે અન્ય પુરાવા સ્વીકારવા માટે કહ્યું છે. આધારકાર્ડના મુદે્ ના તો ફકત સ્થાનિક લોકો પણ એનઆરઆઈ અને વિદેશમાં રહેતા ભારતીયોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here