શિવપાલ યાદવે સમાજવાદી સેક્યુલર મોરચાની કરી જાહેરાત

0
69
Advertisement
Loading...

સમાજવાદી પાર્ટીના નેતા અને મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલ યાદવે ફરી પાર્ટી છોડવાના સંકેત આપ્યાં છે. શિવપાલે બુધવારે કહ્યું કે અમારો સમાજવાદી સેક્યુલર મોર્ચો કામ કરી રહ્યો છે. જે લોકો સમાજવાદી પાર્ટીમાં ઉપેક્ષિત હતા, જ્યાં-ત્યાં ફરી રહ્યાં હતા, જેઓને કયાંય પણ સન્માન નથી મળી રહ્યું, અમે તેઓને એકઠાં કરીને સન્માન આપ્યું છે.

અંદરોઅંદર નિર્ણય કર્યાં બાદ જ લોકસભા ચૂંટણીમાં ઉતરીશું.જ્યારે અખિલેશ યાદવને શિવપાલના સેક્યુલર મોર્ચા અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે,ઉત્તરપ્રદેશ અને દેશની ચૂંટણી જેમ જેમ નજીક આવશે, આવી અનેક વસ્તુઓ જોવા મળશે. તે વાતમાં કોઈ શંકા નથી કે આમાં ભાજપનો જ હાથ હશે. બે વર્ષથી પાર્ટીમાં હાંસિયામાં ધકેલાય ગયેલાં શિવપાલ યાદવે ૫ મે, ૨૦૧૭નાં રોજ સમાજવાદી સેક્યુલર મોર્ચો બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ તેના પર ઠંડુ પાણી રેડાયું હતું.

આ વર્ષે ૧૦ જૂનનાં રોજ તેમના સમર્થકોએ શિવપાલ યાદવ સેક્યુલર મોર્ચાનું ગઠન કર્યું. શિવપાલને તેમના સંરક્ષક બનાવવામાં આવ્યા.પાર્ટીમાં થઈ રહેલી ઉપેક્ષાના સવાલ પર શિવપાલે કહ્યું કે,મને જ્યારે જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે હું ગયો. જ્યારે બોલાવવામાં નથી આવતો તો હું નથી જતો. ૧૯ સપ્ટેમ્બરે થનારી અખિલેશની સાયકલ રેલી અંગે કોઈ જ જાણકારી નથી. પાર્ટીમાંથી મને કોઈ જ સુચના નથી આપવામાં આવતી. પાર્ટી બેઠકનું કોઈજ આમંત્રણ પણ નથી આપવામાં આવતું. શિવપાલે કહ્યું કે,સારા કાર્યકર્તાઓ માટે મેં સમાજવાદી સેક્યુલર મોર્ચાની રચના કરી છે. તેઓને પદ આપવાનું શરૃ કર્યું છે. મારા મનમાં હતો કે આખો પરિવાર એક જ રહે. તે આગળ જાણ થશે કે કોની સાથે જવાનું છે. જેટલાં ઉપેક્ષિત લોકો છે, તેઓને કોઈજ કામ નથી મળી રહ્યું, તેઓને હું એક કરી રહ્યો છું. સમાજવાદી સેક્યુલર મોર્ચાની મદદથી કામ આપુ છું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here