વુહાન પહોંચ્યા મોદી, કરશે ચીનના રાષ્ટ્રપતિથી મુલાકાત

0
103
Advertisement
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા વુહાન પહોંચ્યા હતા. તેવી આશા રાખવામાં આવે છે કે બંને નેતાઓની આ મુલાકાત ભારત અને ચીનના નવા સંબંધો લખશે. પીએમ મોદીને મળવા માટે રાષ્ટ્રપતિ જિનપિંગની તરફથી અનૌપચારિક મુલાકાતનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ જિનપિંગની સાથે દ્રિપક્ષીય વાર્તા થઇ હતી તે પછી આજે થઇ રહી છે. જેની પર ભારત ચીન સમેત દુનિયાભરના લોકોની નજર ટકી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પીએમ મોદીના વુહાન પહોંચવાના ફોટોગ્રાફ્સ ટ્વિટ કર્યા છે. અને લખ્યું છે કે ગત મધ્યરાત્રીએ એક વિશેષ અવસર હતો જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પહેલી અનૌપચારિક સંમેલન માટે પીએમ નરેન્દ્ર મોદીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું કે બંને નેતાઓ એક રણનૈતિક અને દીર્ધકાલિક પરિપ્રેક્ષ્‍યમાં દ્રિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિનું આલંકન કરશે.

બંને નેતાઓની આ મુલાકાત વુહાન સ્થિત માઓત્સે તુંગના બંગલામાં થશે. આ બંગલો લેક ઓફ ઇસ્ટના વુછાંગ તળાવ પર આવેલો છે. અને તેની પાસે ત્રણ ઇમારતો છે. બંને નેતાઓ અહીં હોડીની સવારી કરી શકે છે કે પછી સાથે વોક પર પણ જઇ શકે છે. વુહાન જતી વખતે પીએમ મોદીએ પણ નિવેદન જાહેર કર્યું હતું કે કે બંને નેતા વાતચીત દ્વારા એક વિસ્તૃત આયામ વિષે વિચારશે.

પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ લંચ પછી આ મુલાકાત કરશે. બંને નેતાઓ પહેલા હુબઇ મ્યુઝિયમ જશે અહીં મોટી સંખ્યામાં ઔતિહાસિક અને સાંસ્કૃતિક નિશાનીઓ હાજર છે. આ પછી બંને નેતાઓ વાર્તા કરશે જેમાં બંને તરફથી 6-6 ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

બંને નેતાઓ ચર્ચિત ઇસ્ટ લેકની કિનારે ડિનર કરશે. ઉલ્લેખનીય છે કે ચીની ક્રાંતિકારી નેતા માઓત્સે તુંગ રજાઓ દરમિયાન ખાસ આ જગ્યાએ આવતા. જો કે આ બેઠક વખતે કોઇ કરાર પર હસ્તાક્ષર નહીં થાય ના જ કોઇ અધિકૃત નિવેદન બંને પક્ષમાંથી કોઇની તરફ રજૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે આ શિખર સંમેલન સહમતિ બનાવવા માટેનો પ્રયાસ માત્ર છે. નોંધનીય છે કે બંને નેતાઓ સાથે પહેલી વાર આ રીતની વાતચીત કરવામાં આવી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here