રમજાનમાં ભારતનો શસ્ત્રવિરામ, પાક.નો બેફામ ગોળીબાર

0
126
Advertisement
Loading...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુપ્રવાસના એક દિવસ પહેલાં પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. કાશ્મીરના આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સે ગુરુવારે રાતભર હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. તેમાં બીએસએફના જવાન સીતારામ ઉપાધ્યાય(૨૮) શહીદ થયા અને ચાર નાગરિકોનાં જીવ ગયા હતા. બીએસએફઅધિકારી સહિત છ લોકોને ઈજા પહોંચી છે. વડા પ્રધાન મોદી ૧૯ મેના રોજ જમ્મુની મુલાકાતે પહોંચવાના છે તે પહેલાં સરહદે શસ્ત્રવિરામ ભંગની ઘટના ઘટી છે. પાકિસ્તાને આ પહેલાં ૧૪મેના રોજ ત્રણ વાર અંકુશરેખા પર ભારતીય વિસ્તારોમાં ગોળીબાર કર્યા હતા.

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીતારામ ઝારખંડના ગિરિડીહના રહેવાસી છે. પાકિસ્તાન તરફથી ૧૬ અને ૧૭ મેના રોજ હીરાનગરમાં પણ ફાયરિંગ થયું હતું. તેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. ગુરુવારે મોડી રાતે પાકિસ્તાને અરણિયા ક્ષેત્રને ફરી નિશાન બનાવ્યું હતું. ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

હવે વડાપ્રધાન મોદી શનિવારે જમ્મુની મુલાકાત લે તે પહેલાં સુરક્ષાદળોએ શસ્ત્રવિરામ બાજુમાં મૂકીને સરહદ પારથી ઘૂસી આવેલા ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર માર્યા છે. કૂપવાડાના બ્રિંજાલ વિસ્તારના જંગલોમાં ત્રણ ઘૂસણખોરોને ઠાર માર્યાં બાદ વિસ્તારમાં વધુ ઘૂસણખોરોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સરકારે રમજાનમાં ઓપરેશન ચલાવવા સામે મનાઈ ફરમાવી, હવે વળતર આપવાથી મારા પતિ પાછા નહીં મળે : શહીદનાં પત્ની

શસ્ત્રવિરામ અમલી હતો તેવામાં થયેલા ગોળીબારમાં પતિ સીતારામનું અવસાન થતાં સીતારામનાં પત્નીએ જણાવ્યું હતું કે રમજાન દરમિયાન ઓપરેશન ચલાવવા સામે મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ મારા પતિ રમજાન દરમિયાન પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં શહીદ થયા છે. વળતર મળવાથી મારા પતિ પાછા નહીં આવે.

કેન્દ્ર સરકારે શસ્ત્રવિરામની કરી હતી જાહેરાત

કેન્દ્ર સરકારે સુરક્ષાદળો દ્વારા ત્રાસવાદીઓ માટે ચલાવવામાં આવતાં સર્ચ ઓપરેશન પર રમજાન મહિના દરમિયાન મનાઈ ફરમાવી હતી. આ દરમિયાન કોઈ હુમલો કરે તો સામાન્ય નાગરિકનો જીવ બચાવવા સુરક્ષોદળો વળતો હુમલો કરી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here