મોબાઇલને આધારકાર્ડ સાથે જોડાવાના મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને લીધી આડે હાથ

0
132
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટે મોબાઇલ નંબરોને આધાર કાર્ડ સાથે ફરજિયાત જોડાવાને લઇને કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમે કહ્યું કે તેના વપરાશકર્તાઓના પ્રમાણીકરણને ફરજિયાત કરવા પહેલાના નિર્ણયનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવ્યો.

પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠ આધારને ફરજિયાત કરવાના નિર્ણય સામે કરેલી પડકારની અરજી પણ સુનાવણી કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત જોડવાના નિર્ણયને વખોડયો છે. સરકારના નિર્ણય પર સુપ્રીમે સવાલો ઊભા કરતા કહ્યું કે યુઝર્સના ફરજિયાત વેરિફિકેશન પર તેમના પાછલા નિર્ણયને હાથો બનાવીને પ્રયોગ કરવામાં આવ્યો છે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ જજની બેંચે કહ્યું કે, લોકનીતિ ફાઉન્ડેશન તરફથી દાખલ કરાયેલી જનહિત અરજીના આદેશમાં કહેવાયું હતું કે, મોબાઈલના ઉપયોગકર્તાઓએ રાષ્ટ્રની સુરક્ષા માટે વેરિફિકેશન જરૂરી છે.

આ બેંચ આધારકાર્ડ અને તેમના 2016ના એક કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. બેંચે કહ્યું કે, વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય આપ્યો નથી. પરંતુ સરકારે મોબાઈલ યુ{ર્સ માટે આધારકાર્ડ ફરજિયાત કરવા માટે ઓજાર તરીકે ઉપયોગ કર્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here