મોદી સરકાર દિલ્હીની સરકાર સામે વેરવૃત્તિથી કામ કરે છે : કેજરીવાલ

0
104
Advertisement
Loading...

આમ આદમી પાર્ટીના નેશનલ સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર સામે વેરવૃતિથી કામ કરે છે.

કેજરીવાલે કહ્યું કે, મોદી સરકારે દિલ્હી સરકારનાં મંત્રીઓ સામે ૧૪ જેટલા ભ્રષ્ટાચારના કેસો દાખલ કર્યા છે પણ આમાથી એક પણ કેસમાં ધરપકડ કરવામાં આવી નથી.થોડો સમય શાંત રહ્યા રહ્યા પછી અરવિંદ કેજરીવાલ ફરી પાછા મોદી સામે મેદાનમાં આવ્યા છે અને તલવાર મ્યાનમાંથી કાઢી છે.કેજરીવાલે કહ્યું કે, લોકો એવુ કહી રહ્યાં છે કે, કેજરીવાલ છેલ્લા એક વર્ષથી ચૂપ છે પણ મને એવુ લાગે છે કે, હું બોલતો નથી એનો કેન્દ્ર સરકાર જુદી રીતે લાભ લઇ રહી છે.

કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર તાબાની તપાસ એજન્સીઓએ છ કેસો એસીબીમાં દાખલ કર્યા હતા અને આઠ કેસો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનમાં દાખલ કર્યા હતા. પણ હજુ સુંધી આ કેસમાં એક પણ ધરપકડ કરવામાં આવી નથી. આ બધા કેસ રાજકીય રીતે પ્રેરિત છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના કામોમાં અડચણો ઉભી કરવા માટે આવા કેસો દાખલ કરવામાં આવે છે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here