બાપ પછી દીકરાનો વારો! આજે નારાયણ સાંઇને કોર્ટમાં રજૂ કરાશે

0
149
Advertisement
Loading...

ઐયાશ આસારામનો અંત આવ્યા બાદ તેના દિકરા નારાયણ સાંઈને પણ દુષ્કર્મના કેસમાં આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરતની બે બહેનોએ આસારામ અને તેના દિકરા નારાયણ સાંઈ પર દુષ્કર્મનો કેસ કર્યો હતો. આ જ કેસમાં ગતરોજ નારાયણ સાંઈને કોર્ટમાં રજૂ કરાયો હતો. પરંતુ પોલીસે સુરક્ષાનું કારણ આપી આજરોજ કોર્ટમાં રજૂ કરવા રજૂઆત કરી હતી.

જે બાદ કોર્ટે પોલીસની અરજીનો સ્વિકાર કર્યો હતો. નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં છેલ્લા 4 વર્ષથી બંધ છે. ઐયાશ આસારામને સજા થયા બાદ સુરતની આ બંને બહેનોને પણ આશા છે કે, તેમને પણ પુરો ન્યાય મળશે. મહત્વનું છે કે, નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ સુરત બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલો આ કેસ 10 વર્ષ જૂનો છે. પોલીસે પીડિતા બહેનોના નિવેદન અને લોકેશન પરથી મળેલા પુરાવાના આધારે આ કેસ દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે આસારામ વિરૂધ્ધ થયેલ યૌન શોષણ મામલે જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી અને જેને પગલે હવે તેણે પોતાની બાકીની જીંદગી પણ જેલમાં જ વિતાવવી પડશે. જો કે તાજેતરમાં મળેલ જાણકારી અનુસાર હાલ આસારામે 4.7 વર્ષની સજા વિતાવી છે અને હજી પણ લાંબો સમય જેલમાં જ વિતાવવો પડશે. જો કે કોર્ટ ઇચ્છે તો 10 વર્ષ બાદ તેની વર્તણૂકને લઇને સજા ઓછી કરી શકાય છે પરંતુ આગામી સમય જ કહેશે કે આગામી સમય શું કહે છે.

આસારામના દિકરા નારાયણ સાંઇ પર પણ યૌન શોષણનો કેસ દાખલ થયેલ છે અને ગુજરાતના સુરતની 2 બહેનો દ્વારા આ કેસ કરવામાં આવેલ છે ત્યારે આજે રોજ આસારામને સજા કોર્ટે ફરમાવી તો આજ રોજ નારાયણ સાંઇને લઇને પણ કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર દેશના તમામ લોકો મીટ માંડીને બેઠાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here