પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા

0
77
Advertisement
Loading...

સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #MeToo કેમ્પેઈનમાં હવે વેટરન જર્નાલિસ્ટ વિનોદ દુઆનું નામ સામે આવ્યુ છે. ફિલ્મમેકર નિષ્ઠા જૈને વિનોદ દુઆ પર આરોપ લગાવ્યો છે કે 1989 માં દુઆએ તેમનો પીછો કર્યો હતો અને તેમના પર હુમલો પણ કર્યો હતો. આ સમગ્ર વિવાદ પર વિનોદ દુઆ તરફથી તો કોઈ નિવેદન હજુ સુધી સામે નથી આવ્યુ પરંતુ તેની દીકરી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આના પર સ્ટેટમેન્ટ જારી કર્યુ છે. મલ્લિકાએ એક નિવેદન જારી કરીને આરોપ લગાવનાર મહિલાને કહ્યુ છે કે તે આ કેમ્પેઈન સાથે છે.

આ પણ વાંચોઃ સગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ

Me Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા .
મલ્લિકા દુઆએ કહ્યુ, ‘કેમ્પેઈન સાથે છુ’ .

પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો પર કોમેડિયન મલ્લિકા દુઆએ એક નિવેદન જારી કર્યુ છે. મલ્લિકાએ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જારી કરીને કહ્યુ કે, ‘જો તેના પિતાએ આવુ કર્યુ હોય તો તે અસ્વીકાર્ય અને દર્દનાક છે. હું આ કેમ્પેઈન અને તેમાં ઉઠી રહેલા અવાજો સાથે છુ પરંતુ તમારુ આમાં મારુ નામ ખેંચી લેવુ ખૂબ જ અયોગ્ય છે.’ મલ્લિકાએ આગળ ટ્રોલ્સ પર નિશાન સાધતા કહ્ય કે, ‘બધા ભક્ત અને રાઈટવિંગ ટ્રોલ્સ અને એ લોકો જે આને મારા વિશે બનાવી રહ્યા છે તે લોકો બહાર નીકળો.’

Me Too: પિતા પર લાગેલા યૌન શોષણના આરોપો દીકરી મલ્લિકા દુઆની પ્રતિક્રિયા
‘આ લડાઈ મારી નહિ, મારા પિતાની છે’

મલ્લિકાએ લખ્યુ કે તે હજુ પણ પીડિતોની સાથે આ લડાઈમાં ઉભી છે. ‘આ મારી લડાઈ નથી. આ મારી જવાબદારી કે બોજ નથી. હું આને પોતાના સમયે પોતાની રીતે ડીલ કરીશે. પોતાના મનોરંજન માટે મહિલાઓને નિવેદન આપવા માટે મજબૂર ન કરો. હું આ કેમ્પેઈન સાથે છુ અને તેના આદર્શોને કોઈને પણ ખતન કરવા નહિ દઉ.’ મલ્લિકાએ લખ્યુ કે આ તેમના પિતાની લડાઈ છે. તે પોતાના પિતાની સાથે ઉભી છે અને તેમને પોતાને આ લડાઈ લડવા દેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here