“પાકિસ્તાનની એક ગોળીનો જવાબ 10 ગોળીથી આપીશું”

0
206
Advertisement
Loading...

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન વિકૃત વિચારો ધરાવે છે અને તેની એક ગોળીનો જવાબ ભારત 10 ગોળીઓથી આપશે. આહિરે જણાવ્યું કે, ભારતમાં આતંકવાદીઓને મોકલવા, સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવું તેમનું (પાકિસ્તાનીઓ)નો સ્વભાવ બની ગયો છે. તેમના વિચારો વિકૃત છે. ભલે આપણું ગૃહ મંત્રાલય હોય, રંક્ષા મંત્રાલય હોય કે પછી જમ્મૂ-કાશ્મીર પોલીસ દરેક પોતાનો સમન્વય બનાવી રાખેલ છે અને પાકિસ્તાને તેના દુસાહસનો જવાબ આપે છે.

આ સાથે જ આહિરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,”આપણે પહેલા ગોળીબારી ન કરવી જોઇએ, પરંતુ જો તેમના તરફથી એક ગોળી ચલાવવામાં આવે છે તો આપણે 10 ગોળીઓથી જવાબ આપવા જોઇએ”

વધુમાં આહિરે જણાવ્યું કે, ભારતીય સૈનિક પોતાના નાગરિકોને બચાવી રહ્યા છે અને પાકિસ્તાન ક્યારેય સુધરશે નહી તે એક સત્ય છે.

તમને જણાવી દઇએ કે, ભારત-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાન તરફથી કઠુઆને બાદ કરતા તમામ સ્થળોએ ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારે ગોળીબારના પગલે આંતરરાષ્ટ્રિય બોર્ડર અને LoC પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારોમાં વસવાટ કરી રહેલા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યાં છે.

સાથો સાથ સંઘર્ષ વિરામના ઉલ્લંઘનનો જવાબમાં ભારતીય સુરક્ષા બળો પણ જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here