દેશને જાન્યુઆરી 2019 સુધીમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન

0
159
Advertisement
Loading...

નવી દિલ્હીઃ આવતા વર્ષે જાન્યુઆરી મહિના સુધી ભારતને એરપોર્ટ જેવી સુવિધાથી સજ્જ બે રેલવે સ્ટેશન મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં આ રેલવે સ્ટેશન એ દેશના પ્રથમ એવા બે રેલવે સ્ટેશન હશે કે જ્યાં એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપ્લબ્ધ હશે. જે રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે તેમાં મધ્યપ્રદેશનું હબીબગંજ અને ગુજરાતનું ગાંધીનગર સ્ટેશન સમાવિષ્ટ છે.

રેલવે બોર્ડ અનુસાર આ બંન્ને રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આ કામ રેલવેના એક લાખ કરોડ રૂપીયાના સ્ટેશન પુનર્વિકાસના કાર્યક્રમનો એક ભાગ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હબીબગંજ રેલવે સ્ટેશનનું કામ આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી થઈ જશે જ્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનનું કામ આવતા વર્ષના જાન્યુઆરી મહિના સુધી પૂર્ણ થઈ જશે.

આઈઆરએસડીસીના પ્રબંધ નિદેશક અને સીઈઓ એસ.કે.લોહિયાએ જણાવ્યું કે પુનર્વિકસિત ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. લોહિયાએ જણાવ્યું કે ઘણા સ્ટેશનોના રખરખાવ અને રાજસ્વ ઉત્પન્ન કરવાની પૂર્ણ જવાબદારી આઈઆરએસડીસીની હશે.

તેમણે જણાવ્યું કે એકવાર પૂરી રીતે તૈયાર થયા બાદ હબીબગંજ રેલવે સ્ટેશનના રખરખાવનો ખર્ચ ચારથી પાંચ કરોડ રૂપીયા હશે. હબીબગંજ સ્ટેશનના પુનર્વિકાસની પરિયોજના 450 કરોડ રૂપીયાની પરિયોજના હશે જેમાથી 100 કરોડ રૂપીયા સ્ટેશનના પૂનર્વિકાસ પર અને 350 કરોડ રૂપીયા વાણિજ્યક વિકાસ પર ખર્ચ થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here