દાવોસમાં PM મોદી સાથે પહોંચ્યા 1000 કિલો મસાલા અને 32 રસોઈયા

0
190
Advertisement
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા ગયાં છે. તેમની સાથે એક મેગા પ્રતિનિધિમંડળ પણ પહોંચ્યું છે. જેમાં 6 કેન્દ્રિય મંત્રી, 100 સીઈઓ અને કેટલાક મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.

આ પ્રતિનિધિમંડળ માટે ભોજન બનાવવા માટેની જવાબદારી તાજ હોટલ ગ્રુપની શેફ ટીમને સોંપવામાં આવી છે. આ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ભાવતા ભોજન બનાવશે. ખાસ વાત એ છે કે ભારતીય પ્રતિનિધિમંડળ માટે ભારતથી 32 શેફની એક ટીમ અને 1000 કિલો મસાલા પણ દાવોસ લઈ જવામાં આવ્યાં છે.

પ્રતિનિધિમંડળના મેનુમાં મુખ્યરીતે ભારતીય વાનગીઓ રહેશે. આ ટીમ ત્રણ જુદા જુદા સ્થળો પર ભારતીય પ્રતિનિધિમંડળ માટે ભોજન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાકાહારી ભોજન તૈયાર કરવામાં આવશે.

દાવોસ પ્રવાસમાં ભારતીય પ્રતિનિધિમંડળના લોજિસ્ટિક્સ હેડ રઘુ દેવડાએ કહ્યું હતું કે, મને કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનને શાકાહારી ભોજન પસંદ છે. અમે દાવોસમાં તેમને ઘરના સ્વાદની ઉણપ વર્તાવવા નહીં દઈએ.

દેવડાએ જણાવ્યું હતું કે, દાવોસમાં ભારતીય વાનગીઓ બનાવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડે છે. કારણ કે, અહીં મળતા મસાલા ભારતીય મસલાઓ કરતા જુદા પ્રકારના હોય છે. માટે ભારતથી ઓછામાં ઓછા 1000 કિલો મસાલા દાવોસ લાવવામાં આવ્યાં છે. કેટલાક શેફ પોતાની સાથે લાવ્યા છે તો કેટલાક કુરિયર મારફતે મંગાવાયા છે.                                                               તેમણે ઉમેર્યું હતું કે, અમારી સાથે 32 શેફ અને મેનેજરોની ટીમ છે. આ ટીમ ઈન્ડિયા અડ્ડા, એપી લાઉંજ અને ઈન્ડિયન રિસેપ્શનમાં 12 હજાર લોકોને ભોજન કરાવશે. પીએમ મોદી પણ આ ત્રણેય સ્થળે અમારા ભોજનનો સ્વાદ માણશે. જેના માટે તાજ કૃષ્ણા હૈદરાબાદના એક્ઝિક્યુટિવ શેફ નિતિન માથુર અને તાજ લેંડ્સ એન્ડ મુંબઈના રેજિડેંન્સ મેનેજર નેવિલે પિમેંટો 32 શેફની ટીમની આગેવાની કરશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here