ત્રિપુરા ચૂંટણી: શું લેફ્ટની જગ્યાએ ભાજપની બનશે સરકાર ?

0
74
Advertisement
Loading...

અગરતલા: ત્રણ તરફથી બાંગ્લાદેશથી ઘેરાયેલા ત્રિપુરામાં આગામી 18 ફેબ્રુઆરીના રોજ અત્યાર સુધીનું સૌથી મોટું ચૂંટણી ધમાસાણ જોવા મળશે. વામપંથિયોઓના આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત દક્ષિણપંથી અને ભાજપ સાથે સીધી ટક્કર થશે. સત્તા હાંસલ કરવા માટે ‘લાલ’ અને ‘કેસરીયા’ વચ્ચે હાલ ચૂંટણીસભામાં વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે.

ગત વર્ષે 25 વર્ષમાં સત્તામાં રહેલા વામ દળ આ ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ચૂંટણી લડી રહી છે. ત્રિપુરામાં ચૂંટણી પરાજય બાદ વામપંથીનું રાજકારણ લગભગ સમાપ્તિના દ્વારે પહોંચી ગયું છે. કેરળમાં વામપંથી દળ સત્તામાં આવતું રહે છે.

પહેલા હિન્દુ રાજ્યના શાસનમાં આ રાજ્યમાં વામ દળ અને કોંગ્રેસની સરખામણીમાં હવે ભાજપ પણ સત્તા માટે દાવેદાર બન્યું છે. ભાજપ હવે રાજ્યમાં કોંગ્રેસ પક્ષને પછાડવા તૈયાર નથી થયું પણ લેફ્ટને ટક્કર માટેનો મુખ્ય પક્ષ બની રહ્યું છે. આ સત્યનો રાજ્યના મુખ્યમંત્રી માણિક સરકારે થોડા સમય અગાઉ કોલકાતાના એક કાર્યક્રમમાં સ્વીકાર કર્યો હતો.

ચાર વખત રાજ્યમાં સત્તા સંભાળનાર કોંગ્રેસ પક્ષ હવે માત્ર વિરોધ પક્ષ સુધી સિમીત રહ્યું છે. ભાજપ દ્વારા આપવામાં આવી રહેલી કડક ટક્કર છતાં સીપીએમ જીતને લઇને આશ્વત છે. તો બીજી તરફ 25 વર્ષના લેફ્ટના શાસનને ઉખાડી ફેંકવા માટે ભાજપે કમર કસી લીધી છે.

‘ચલો પલટાવીએ’ ના સૂત્ર સાથે ભાજપ પોતના વિરોધી સીપીએમ સાથે ચૂંટણી નારાથી લઇને પક્ષના ઝંડા સુધીની લડાઇ લડી રહી છે. ભાજપના કમળ નિશાનના ઝંડા એવી દરેક જગ્યા પર જોવા મળી રહ્યાં છે જ્યાં સીપીએમના ઝંડા લગવામાં આવ્યા છે. ભાજપે ત્રિપુરામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને લઇને સત્તા માટે જોર લગાવી દીધું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here