જમ્મુ કાશ્મીર: કુલગામ પોલીસ પર આતંકી હુમલો, બે પોલીસકર્મી ઘાયલ

0
130
Advertisement
Loading...

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પોલીસ સ્ટેશન પર કેટલાક સંદિગ્ધ લોકોએ ગ્રેનેડ થી હુમલો કર્યો છે. આ હુમલામાં બે પોલીસકર્મી અને એક સ્થાનીય નાગરિક ઘાયલ થયાની ખબર છે. હુમલો કર્યા પછી આતંકી ભાગવામાં સફળ રહ્યા હતા. હુમલાના થોડા જ સમયમાં સુરક્ષાદળ ઘટના સ્થળ પર પહોંચી ગયું અને આતંકીને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું.

જાણકારી અનુસાર ગુરુવારે સાંજે સંદિગ્ધ આતંકીઓ ઘ્વારા કુલગામ જિલ્લામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ થી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ ચોકીમાં હાજર બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અચાનક થયેલા આ હુમલાથી આજુબાજુ ભાગદોડ મચી ગયી. આતંકી આ ભાગદોડ નો ફાયદો ઉઠાવીને ભાગવામાં સફળ રહ્યા હતા.

પોલીસ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કર્મીઓની ઓળખ સજાદ અહેમદ અને અજાદ અહેમદ તરીકે થયી છે. હુમલામાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો, જેની ઓળખ મહમુદ અકબર ગની તરીકે થયી છે. ઘાયલ થયેલા લોકોને કુલગામ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ 12 એપ્રિલે પુલવામાં જિલ્લાના પોલીસ સ્ટેશન પર સંદિગ્ધ આતંકીઓ ઘ્વારા ગ્રેનેડ થી હુમલો કરવામાં આવ્યો હતો.

12 એપ્રિલે પુલવામાં જિલ્લામાં થયેલા હુમલામાં પણ બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એટલું જ નહીં પરંતુ હુમલો કર્યા પછી આતંકી ભાગવામાં સફળ પણ રહ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here