જમ્મુ કાશ્મીરમાં હિજબુલના બે આતંકીઓ ઠાર, ૩ની ધરપકડ

0
42
Advertisement
Loading...

જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરૃવારે સુરક્ષાદળોએ એક મોટા ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ બંન્નેમાંથી એક આતંકવાદીની ઓળખ હિજબુલ મુજાહિદ્દીનનાં કમાન્ડર મન્નાન વાની તરીકે થઇ છે. મન્નાન વાની અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)ના પૂર્વ સ્ટૂડેંટ હતા. વાની આ વર્ષે એએમયુથી ગુમ થયો હતો. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે તે આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનમાં જોડાઇ ગયો હતો. એએમયુએ મન્નાન વાનીને હાંકી કાઢવામાં આવ્યો હતો.

સૂત્રો અનુસાર હંદવાડના શાંટગુંડ વિસ્તારમાં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, પોલીસ અને સીઆરપીએફનાં એક સંયુક્ત ઓપરેશનમાં હિજબુદ મુજાહિદ્દીનનાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મુન્નાન વાની માટે ટેલિગ્રામ ચેનલ પર એક સંદેશપણ ઇશ્યું થયો છે કે, ડોક્ટર વાનીને શહાદત મળી. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે. મન્નાન વાનીએ આ વર્ષની શરૃઆતમાં અલીગઢ મુસ્લિમ યુનવિર્સિટીનાં પીએચડીના કોર્સને છોડીને હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. હિજબુલે તેને કુપવાડાનો કમાન્ડર બનાવ્યો હતો. આતંકવાદીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સેનાને માહિતી મળી ત્યાર બાદ તેણે હંદવાડમાં ૯ વાગ્યે રાષ્ટ્રીય રાઇફલ્સ, પૈરા સ્પેશલ ફોર્સ, એસઓજી અને સીઆરપીએફની ટીમોએ શાટગુંડ વિસ્તારમાં ઘેરાબંધી કરી અને લાઉડસ્પીકર દ્વારા છુપાયેલા આતંકવાદીઓને શરણે આપવવા માટે કહ્યું. કડક ઘેરાબંધી છતા પણ આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓના ફાયરિંગના જવાબમાં જવાનોએ ફાયરિંગ કર્યું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here