કોર્ટમાં ‘બાપે માર્યા વેર’, ડિનર પાર્ટીમાં જેટલી-કેજરીવાલ એક સોફામાં સાથે બેસી ખુશખુશાલ

0
223
Advertisement
Loading...

કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ તો એક બીજાની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ લડી રહ્યા છે પરંતુ તેઓ બીજી બાજુ બંને નેતા એક ડિનર પાર્ટી દરમ્યાન એકબીજાની એકદમ નજીક જોવા મળી રહ્યા છે. ગુરૂવારના રોજ જીએસટી કાઉન્સિલની તરફથી ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. જીએસટીનું નેતૃત્વ કરી રહેલા અરૂણ જેટલીની સાથે અરવિંદ કેજરીવાલ ડિનર પાર્ટીમાં જોવા મળ્યા. એકબીજાની વિપક્ષ પાર્ટીના આ દિગ્ગજ નેતા ડિનર પાર્ટીમાં એકબીજાની સાથે બેઠેલા દેખાય છે. આ પાર્ટીની કેટલીક તસવીરો આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે બંને નેતા એકબીજાની સાથે ખૂબ જ ખુશખુશાલની સાથે આરામથી બેઠા છે.                                   આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ સિવાય દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ફૂડ એન્ડ સપ્લાય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પણ પહોંચ્યા હતા. આ સિવાય બીજા રાજ્યના ગણમાન્ય વ્યક્તિ અને જીએસટી કાઉન્સિલના સભ્ય પણ આ કાર્યક્રમમાં હાજર હતા. આપને જણાવી દઇએ કે નાણાંમંત્રીએ 2015ની સાલમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના છ નેતાઓ પર માનહાનિનો કેસ કર્યો હતો. જેટલીએ આપ નેતાઓના એ આરોપો બાદ આ કેસ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ 13 વર્ષના કાર્યકાળમાં અરૂણ જેટલીએ ખૂબ ગડબડીઓ કરી હતી.

આ કેસને લઇ જેટલી એ આપ નેતાઓને પુરાવા રજૂ કરવા કહ્યું હતું પરંતુ જ્યારે તેઓ પુરાવા રજૂ કરી શકયા નહીં તો નાણાંમંત્રીએ તેમના પર માનહાનિનો કેસ ઠોકી દીધો. આ કેસમાં મે માં એકવખત ફરીથી દિલ્હીના સીએમની મુસીબતો વધી ગઇ હતી, જ્યારે તેમના વકીલ રામ જેઠમલાણીએ કેસની સુનવણી દરમ્યાન અરૂણ જેટલી માટે ધૂર્ત શબ્દનો ઉપયોગ કરી દીધો હતો. આ પ્રકારના આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરવા પર જેટલીએ ફરીથી અરવિંદ કેજરીવાલ પર માનહાનિનો કેસ ઠોક્યો અને દસ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ કેસ બાદ અરવિંદ કેજરીવાલ એ રામ જેઠમલાણી પાસેથી પોતાનો કેસ પાછો લઇ લીધો હતો. હાલ આ કેસ હજુ પણ કોર્ટમાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here