કેન્દ્ર સરકાર એક સાથે લાવી શકે છે ત્રિપલ તલાક અને SC/ST એક્ટ પર વટહુક્મ

0
177
Advertisement
Loading...

નવી દિલ્હીઃ ત્રિપલ તલાક અને એસસી એસટી એક્ટ પર એક સાથે બે વટહુકમ આવે તેવી શક્યતા છે. કેન્દ્રમાં 4 વર્ષ પૂરા થવા નિમિત્તે મોદી સરકાર ત્રિપલ તલાક અને એસી એસટી એક્ટ પર એક સાથે બે વટહુકમ લાવે તેવી શક્યતા છે.

સૂત્રોના મતે કર્ણાટક ચૂંટણી પછી તરત જ બન્ને વટહુકમ પાસ કરવાની સરકારે તૈયારી કરી છે. આ માટે સંબંધિત મંત્રાલયોને તૈયાર રહેવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, ત્રિપલ તલાક સંબંધિત બિલ વિપક્ષના વિરોધના કારણે સંસદામાં પેન્ડિંગ પડ્યું છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી આઝાદી અપાવવાનું નક્કી કરી લીધું છે. વટહુકમ લાવવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે જ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિચાર થયો હતો.

ત્રિપલ તલાક મુદ્દે સરકાર ગંભીર
કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી આઝાદી અપાવવાનું નક્કી કરી લીધું છે. તો સંસદમાં અટકેલા ત્રિપલ તલાક બિલ પર કેન્દ્ર સરકાર વટહુકમ લાવી શકે છે. વટહુકમ લાવવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે જ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિચાર થયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ સરકાર આ બાબતે બિલ લાવી ચૂકી છે. લોકસભામાં આ બિલ પાસ ના થતાં રાજ્યસભામાં હાલ બિલ ટલ્લે ચઢ્યું છે. તો વિપક્ષ આ બિલમાં સુધારો કરવા ઈચ્છે છે.

સંસદમાં અટક્યું છે બિલ
મહત્વનું છે કે, વટહુકમમાં એ જ સુવિધા હશે કે જે પ્રસ્તાવિક કાયદો અને લોકસભામાં પાસ થચેલા બિલમાં છે. એટલે કે ત્રિપલ તલાક બિનજામીનપાત્ર ગુનો હશે અને તેમાં દોષિતને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. ઉપરાંત પીડિત મહિલા મેજીસ્ટ્રેટ કોર્ટને ભરણપોષણ ભથ્થુ અને નાના બાળકોની કસ્ટડીની માગ પણ કરી શકે છે.

વિપક્ષીદળોના યુટર્નથી બિલ અદ્ધતાલ
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામા કોંગ્રેસ અને વિપક્ષી દળોના યુટર્નના કારણે બિલ અદ્ધરતાલ છે. તો મોદી સરકાર ત્રિપલ તલાક મુદ્દે ગંભીર છે. ત્રિપલ તલાકને ગુનો જાહેર કરીને આ મુદ્દે સજા નક્કી કરવાના બિલમાં વિપક્ષી દળો પોતાનો મિજાજ નહીં બદલે તો મોદી સરકાર વટહુકમ લાવવાની ચાલ પણ ચાલી શકે છે. મનાઈ રહ્યું છે કે વટહુકમ લાવવો એજ રણનીતિનો એક ભાગ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here