અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ચરસ ગાંજાના વ્યસનોમાં સંકળાય રહ્યા છે યુવાનો………?

0
7151
Advertisement
Loading...

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં યુવાનો વ્યસનોમાં એટલા સંકળાય ગયા છે કે કંઈપણ હદ સુધી જઈ શકે છે. જો આ વ્યસન ના મળે તો એ લોકો કંઈ પણ કરી શકે છે. બહેરામપુરામાં ચરસ ગાંજો કાલા સોના કોરેક્સની બાટલી દેશી દારૂ વગરેનું મોટી માત્રામાં યુવાનો વ્યસનો કરી રહ્યા છે.

Demo Pics

બહેરામપુરામાં અત્યારે સવાર પડતાની સાથે છોકરાઓ ચરસ ગાંજા કોરેક્સની બાટલીથી અવનવા વ્યસન કરી રહ્યા છે. આ બાળકો પાસે ક્યાંથી આવે છે આ બધી સામગ્રીઓ બહેરામપુરા વિસ્તારમાં ઘણા બધા મેડિકલમાં થી કોરેક્સ બાટલીઓનું બ્લેકમાં વેચાણ થઇ રહ્યું છે. ઘણા મેડીકલ એવા છે જેમનો રોજગાર કોરેક્સ બાટલીના વેચાણથી જ થાય છે. કોરેક્સ બાટલી ઘણા મેડીકલમાં ડોક્ટરની ચીઠી બતાડ્યા વગર જ આપી રહ્યા છે અને આ મેડિકલના કારણથી લોકો આ બાટલીનું વ્યસન કરી રહ્યા છે. આખી બાટલી પીવાથી માણસો સુમ થઇ જાય છે. ત્યાના લોકોનું માનવું છે કે આ નશો કરવાથી મોઢામાંથી ગંદ નથી આવતી અને ઘરના લોકોને ખબર પણ નથી પડતી. બહેરામપુરામાં લોકો દિવસમાં એક વ્યક્તિ રોજની ૩-૪ બોટલ પી જાય છે.

Demo Pics

તેમજ ગાંજાનું પણ એટલું વેચાણ થઇ રહ્યું છે ખબર નથી પડી રહી કે બહેરામપુરામાં આટલો બધો ગાંજો ક્યાંથી આવી રહ્યો છે સવારથી સાંજે ૧૪ થી ૫૦ વર્ષના લોકો આનું વ્યસન કરી રહ્યા છે. રીક્ષાઓમાં ચાર રસ્તાઓ પર ચાની કીટલી પાસે અને ઘણી બધી જગ્યાએ આનું વ્યસન થઇ રહ્યું છે. એ ચાર રસ્તાઓ પરથી ઘણી વાર પોલીસની ગાડી નીકળતી હોય છે પણ ખબર નથી પડી રહી શું અત્યાર સુધી પોલીસને એની જાણ નથી કે પોલીસને ખબર હોવા છતાં કઈ કરી રહી નથી. જો પોલીસને એની જાણ હોય તો કેમ હજુ સુધી કાર્યવાહી થઇ નથી રહી.

Demo Pics

બહેરામ્પુરમાં આવા વ્યસનો કરનારની સંખ્યામાં યુવાવર્ગો સૌથી વધુ છે. ગરીબ પરિવારના યુવાઓ આ વ્યસનોમાં એટલા સંકળાય ગયા છે કે સવાર હોય કે સાંજ બસ વ્યસન કરવું છે. રોજ નવા નવા યુવાનો આ નશામાં જોડાઈ રહ્યા છે હવે એવું લાગી રહ્યું છે કે સમય જતા બહેરામપુરામાં પંજાબ જેવી સ્થિતિ સર્જાય શકે છે. હવે એ જોવાનું છે ત્યાના માતા પિતા પોતાના બાળકોને આ વ્યસનોથી છુટકારો મેળવી શકશે. જો આ બધા વ્યસનોના વેચણો બંધ નહિ થાય તો બહેરામપુરામાં ઘણા યુવા વર્ગો નશામાં એટલા સંકળાય શકે છે કે તે કઈ પણ હદ સુધી જઈ શકે છે. આ નાશાઓના કારણથી ગરીબ યુવા વર્ગો જો આ નશોના મળતા ચોરી તથા લુંટફાટ પણ કરી રહ્યા છે.

હવે જોવાનું છે બહેરામપુરામાં આ વ્યસનોથી ગરીબ માતા પિતા પોતાના બાળકોને કેવી રીતે છુટકારો મેળવશે.

શું પોલીસ આ બાબતે કાર્યવાહી કરશે. ?

શું પોલીસને આની જાણ છે.?

અને જો પોલીસને આની જાણ છે તો કાર્યવાહી કેમ નથી કરી રહી ?

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here