અ’વાદઃ પી.આઈની સીધી ભરતીમાં છબરડો થતા મહિલા ઉમેદવારોનો હોબાળો

0
165
Women swooped on the direct recruitment of the PI
Advertisement
Loading...

(જી.એન.એસ)અમદાવાદ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે યોજાયેલી પી.આઈ ની સીધી ભરતી કરવામાં આવી રહી હતી દરમિયાન મહિલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી પી.આઈ ક્લાસ-૨ ની ફિજિકલ પરીક્ષા આજે હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તમને જણાવી દઇએ કે, ૪૦૦ થી વધુ મહિલા ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો ત્યારે કેટલીક મહિલા ઉમેદવારોએ આક્ષેપ કરતા હોબાળો મચાવ્યો હતો કે, દોડ સમયસર પૂર્ણ કરી હોવા છતાં તે લોકોને અધિકારીઓ દ્વારા ડીસક્વોલિફાઈ કરવાંમાં આવ્યા છે. સાથે જ મહિલા ઉમેદવારોએ ગ્રાઉન્ડ અને પરિણામમાં ક્ષતિ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અને માંગ કરી હતી કે, દોડના કાઉન્ટ તેમને બતાવામાં આવે. ત્યાં જ ૨૦ જેટલી મહિલા ઉમેદવારોએ આ અંગે પરીક્ષા નિયોજક અધિકારીઓને રજૂઆત કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here