મહિલા પોલીસની ગુંડાગર્દી..!! પ્રેમીની પત્નીને ધમકી આપી

0
152
Women police bullying threatens husband's wife
Advertisement
Loading...

વલસાડ, પરિણીત પુરૃષ સાથે સંબંધો રાખનાર મહિલા પોલીસે પ્રેમીની પત્નીને એસિડ છાંટી દેવાની તેમજ ગાડી નીચે કચડીને મારી નાંખવાની ધમકી આપતા બારડોલી પોલીસ મથકે મહિલા પોલીસ વિરૃદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર બારડોલી સુરતી પાર્ક, મક્કી મસ્જીદ પાસે શબીના પતિ હારૃન અમીર રહેમાન પટેલ તથા બે બાળકો સહિત પરિવાર સાથે રહે છે. અને કડોદરા ખાતે વરેલી મિલમાં નોકરી કરે છે. તેના પતિ હારૃનને દક્ષાબેન નાનુભાઇ દેશમુખ (રહે. રૃમલા, તા. ધરમપુર, જિ. વલસાડ) સાથે ઘણાં સમયથી અનૈતિક સંબંધ છે અને હાલમાં પણ સંબંધ છે. તા. ૭ માર્ચે સવારે શબીના નોકરી પર જવા ઘરેથી નીકળી હતી. ત્યારે સુરત રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે દક્ષા એ હારૃન એક કારમાં બેઠેલા હતા ત્યારે દક્ષાએ કારમાંથી બહાર નીકળીને શબીનાને અપશબ્દો કહી ગાલ ઉપર બે ઝાપટ મારી દીધી હતી.

ત્યારે પતિ હારૃને દક્ષાને ઉશ્કેરીને કહ્યું કે, શબીના એવી રીતે નહીં માનશે તું એના પર એસીડ છીંટી દે. બાદમાં દક્ષાએ મારા વિરૃદ્ધ હવે પોલીસ ફરિયાદ આપશે તો તારા પર એસીડ ફેંકી દઇશ, તારા ઉપર ફોરવીલ ગાડી ચડાવી જાનથી મારી નાંખીશ. તારા છોકરાને સ્કૂલમાંથી ઉઠાવી જઇશ, તેવી ધમકી આપી હતી. બનાવ અંગે શબીનાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં દક્ષા દેશમુખ વલસાડ પોલીસમાં નોકરી કરતી હોવાનું અને અગાઉ બારડોલી પોલીસમાં નોકરી કરી ચૂકી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પોલીસ વિરૃદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. પીઆઇ એન.એસ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here