પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ગુજરાત સરકારને અધધધ ૧૩૦૦ કરોડની આવક

0
109
Advertisement
Loading...

છેલ્લા ૨૮ દિવસથી સતત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધારવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારને તો થોડાક મહિનામાં જ ૧૩૦૦ કરોડથી વધુની આવક પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી થઈ છે. તેથી જો રાજ્ય સરકાર ધારે તો લોકોને રાહત આપી શકે તેમ છે.

પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવ વધારાએ ગુજરાતમાં માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. પરંતુ ગુજરાત સરકારની તિજોરી વેરાથી ઉભરાઈ રહી છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતાં ગુજરાત સરકારની આવકમાં ૧૩૦૫ કરોડનો વધારો થયો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ગુજરાત સરકારે વેટમાં ૪% નો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં વેટ ઉપરાંત સેસ પણ વસૂલવામાં આવે છે તેથી કિંમતોમાં વધારો થઇ જાય છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે ૩ હજાર કરોડથી વધુ રૃપિયાની આવક થાય છે. ડીઝલ ઉપર વેરાની વર્ષે રૃ. ૮ હજાર કરોડની આવક થાય છે. ગુજરાત સરકારના દાવા મુજબ અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલાય છે. જ્યારે વાસ્તવમાં ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૫.૪૫ ટકા અને ડીઝલ ઉપર ૨૫.૫૫ ટકાના દરે ઈફેકટીવ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં વેટ સેસ ઉપરાંત અન્ય વધારાના વેરા અને સરચાર્જ પણ સામેલ હોય છે. સરકારને દર વર્ષે આ આવકમાં ૭૦થી ૮૦ ટકાનો સરેરાશ વધારો થઈ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર ૨૪ ટકા વેટ લાગતો હતો તે હવે ૪ ટકા ઘટાડવામાં આવતા ૨૦ ટકા વેટ થયો હતો. તેના પર ચાર ટકા સેસ કેન્દ્રની ભાજપ સરકારે નાખ્યો હતો. એ વખતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં વેટ ઘટાડાની જાહેરાત કરતા ગુજરાતમાં પેટ્રોલના લીટર ભાવમાં રૃ.૨.૯૩ પૈસા અને ડીઝલના લીટર ભાવમાં રૃ.૨.૭૨ પૈસાનો ઘટાડો થયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here