મહિલાને નાની ઉંમરના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિએ સમજાવી પણ ના માનતાં શું કર્યું?

0
691
Advertisement
Loading...

વરાછામાં એક મહિલાને પોતાનાથી નાની ઉંમરના યુવના સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. આ મામલે તેના પતિએ સમજાવવા છતાં ના માનતાં છેવટે તેના પતિએ પત્નીના અનૈતિક સંબંધથી કંટાળી અનાજમાં નાખવાની ઝેરી દવા ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

મહિલાના પતિએ રોડ પર જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાના પતિ પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં તેણે પોતાની પત્નીના અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધ અંગે ઉલ્લેખ કર્યો છે.

વરાછા વિસ્તારમાં આવેલા એલએચ રોડ પર આવેલા શ્રીજી નગરમાં વલ્લભભાઈ રાદડિયા પરિવાર સાથે રહેતા હતા. પત્ની અને બે સંતાનનું ગુજરાતન ચલાવવા માટે શાકભાજી માર્કેટમાં કામ કરતા હતા. વલ્ભભાઈએ મંગળવારે બાપા સિતારામ આવાસ નજીક આવેલા રામજી મંદિર પાસે રોડ પર જ ઝેરી દવા ખાઈ લીધી હતી.

ઝેરી દવા ખાઈ લેવાથી રોડ પર જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આધેડના ખીસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પત્નીના વિજય નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ છે.

આ સેક્સ સંબંધોના કારણે ગામના ખેતરને વેચાવી વિજયને પાંચ લાખ રૂપિયા અપાવ્યા હતા. વિજય આંકડા રમવાનો બે નંબરનો ધંધો કરે છે. મારા ઘર પર વિજયે કબજો કરી લીધો છે. જો હું કંઈ કહેવા જાવ તો પત્ની અને વિજય માર મારી કાઢી મૂકે છે.

આ ઉપરાંત વલ્લભભાઈની પત્ની, વિજય અને પત્નીની મોટી બહેન સહિતના નામ અને મોબાઈલ નંબર સુસાઈડ નોટમાં લખ્યા છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here