ભાજપ સરકાર કેમ નથી રોકતી આ ફિલ્મ , મુસ્લિમ સમાજ પણ આવ્યો વિરોધમાં ? જાણો

0
226
Advertisement
Loading...

‘પદ્માવત’ VIACOM18 કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી ની કંપની છે એ પ્રોડ્યુસ કરે છે. જેથી આ વિવાદિત ફિલ્મ પર પ્રતિબંધ ના લગાવી શકાય એવું રાજપૂત કરણી સેના ના યુવાનો ના મોઢે ચર્ચાઈ રહ્યું છે, આ લડાઈ સંજય ભણસાલી સામે નહી પણ મુકેશ અંબાણી અને ભાજપ સાથે છે કરણી સેના ના યુવાનોએ જામનગરમાં આવેલી રિલાયન્સ ની રીફાઈનરીમાં તોડફોડ એવી ચીમકી ઉચ્ચારી છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ ને લગતા વિવાદમાં હવે એઆઈએમઆઇએમના પ્રમુખ અશદુદ્દીન ઓવેસી પણ મેદાનમાં ઉતર્યા છે. ઓવેસીએ ફિલ્મ ‘પદ્મવત’ ને બકવાસ કહી અને સાથે સાથે તેઓએ આ ફિલ્મ ન જોવાની મુસ્લિમોને અપીલ કરી.

તેલંગણાના વારંગલમાં એક જનસભાને સંબોધન કરતી વખતે ઓવસીએ ખાસ કરીને યુવાનોને ‘પદ્મવત’ ન જોવાની વિનંતી કરી. તેમણે જણાવ્યું હતું કે, ” ફિલ્મ બકવાસ છે. તમે ફિલ્મ જોઈ તમારો સમય અને પૈસા બગાડશો નહી. આ ફિલ્મ એક મુસ્લિમ (મલ્લિક મુહમ્મંદ જૈસી) ની લખેલી વાર્તા પર આધારિત છે. ”

ફિલ્મ ‘પદ્મવત’ વિશે સતત વિવાદ ચાલુ છે. જોકે ફિલ્મને રિલીઝ થતી અટકાવવા 4 રાજ્યોની નોટિફિકેશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. કોર્ટ દ્વારા બાકીના રાજ્યો પણ કહ્યું કે તેઓ આ પ્રકારના આદેશ ચાલુ કરે.

ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાએ ફિલ્મના રિલીઝ અટકાવવાના આદેશો આપ્યા છે. આ સામે ફિલ્મ નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિ આ બાબતને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અટકાવવાની છે.”

કોર્ટ જણાવ્યું હતું કે, “જ્યારે કેન્દ્રિય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા ફિલ્મને મંજૂરી આપવામાં આવી છે, તો રાજ્ય રોકી શકે નહી. આ માટે કાયદા-વ્યવસ્થા ની દલીલ કરવી ખોટું છે. વ્યવસ્થા બનાવી રાખવા રાજ્ય સરકારનું કામ છે. તે ફિલ્મ પ્રદર્શન સાથે જોડાયેલા લોકો ને રક્ષણ આપે.”

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here