મોદી સરકાર કેમ આપે છે હાર્દિક પટેલને સુરક્ષા ? જાણો શું છે સત્ય

0
841
Advertisement
Loading...

ભારતમાં નેતાઓ, અધિકારીઓ અથવા કોઈ શખ્સની સુરક્ષાને ખતરો જોતા તેને સરકાર અને પોલીસ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ખતરાને જોઈને જ Z+, Z, Y અથવા X કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવે છે. આ પ્રકારની સુરક્ષા મેળવનારા મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારના મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશ, જાણીતા રાજનેતા અને કેટલાક સીનિયર બ્યૂરોક્રેટ્સ હોય છે. ભારતમાં હાલમાં 450 લોકોને આ પ્રકારની સુરક્ષા મળે છે. તેમાંથી 15ને Z+ કેટેગરીની સુરક્ષા મળે છે.

આ પ્રકારની સુરક્ષા મેળવનારા મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારના મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશ, જાણીતા રાજનેતા અને કેટલાક સીનિયર બ્યૂરોક્રેટ્સ હોય છે. ભારતમાં હાલમાં 450 લોકોને આ પ્રકારની સુરક્ષા મળે છે. તેમાંથી 15ને Z+ કેટેગરીની સુરક્ષા મળે છે.

ત્યારે મોદી સરકારે હાર્દિક પટેલને શા માટે વાય કેટેગરીની સુરક્ષા આપી. હાલમાં હાર્દિક પટેલ પર રાજદ્રોહ નો કેસ ચાલે છે,ત્યારે ભારતમાં પહેલી વાર કદાચ એક રાજદ્રોહીને આવી વાય કેટેગરી સુરક્ષા મળી હશે. હાર્દિક ને આ સુરક્ષા મળવા પાછળ નુ એક કારણ એ છે કે ભલે તેના પર રાજદ્રોહ હોય પણ તે સમાજનો એક સમર્થ નેતા છે.

અમદાવાદ અને સુરતના રોડ શો અને જી એમ ડી સી ની સભામાં એકત્ર થયેલ જનમેદનીએ હાર્દિકને પાવરફૂલ નેતા સાબિત કરી દીધો.ભલે એ રાજકારણમાં ના હોય પણ હાર્દિક મોદી જેવા સક્ષમ નેતાઓથી કમ પણ નથી …વળી ભારતના અનેક પાટીદાર પ્રભાવી રાજ્યોમાં પણ”હાર્દિક લોકપ્રિય નેતાનુ સ્થાન ધરાવે છે.

નિતીશકુમાર અને શિવસેનાની મુલાકાત બાદ હાર્દિકનુ રાજકીય કદ ઘણુ વધી ગયુ છે. પાટીદાર નેતા તરીકે ઉભરી આવનાર હાર્દિક પટેલ પણ સક્ષમ નેતા ઉભરી આવતાં તેની સુરક્ષા જરૂરી હોઈ તેને વાય કેટેગરી સુરક્ષા મળી છે.Y કેટેગરીમાં 11 સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે જેમાંથી બે પર્સનલ સિક્યોરિટી ઓફિસર્સ શામેલ હોય છે.

Z+ કેટેગરીની સુરક્ષા:

Z+ કેટેગરીમાં 36 સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે. તેમાંથી 10 એનએસજી અને એસપીજી કમાન્ડો હોય છે અને બાકીના પોલીસદળના લોકો હોય છે. આ સુરક્ષા વીવીઆઈપી્ઝને મળે છે. સુરક્ષાના પહેલા ઘેરાવની જવાબદારી એનએસજીની હોય છે, જ્યારે બીજા લેયરમાં એસપીજીના અધિકારી હોય છે. આ ઉપરાંત આઈટીબીપી અને સીઆરપીએફના જવાનો પણ સુરક્ષામાં તૈનાત હોય છે. Z+ કેટેગરીની સુરક્ષા અંતર્ગત પ્રધાનમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રીઓને એસપીજી કમાન્ડો સુરક્ષા કવચ પ્રદાન કરે છે.

Z કેટેગરીની સુરક્ષા:

Z કેટેગરીમાં 22 સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે. તેમાં દિલ્હી પોલીસ, આઈટીબીપી અને સીઆરપીએફના જવાનો સુરક્ષામાં હોય છે. Z કેટેગરીની સુરક્ષા મળેલા વ્યક્તિને એક એસ્કોર્ટ કાર પણ મળેલી હોય છે.

Y કેટેગરીની સુરક્ષા:

Y કેટેગરીમાં 11 સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે જેમાંથી બે પર્સનલ સિક્યોરિટી ઓફિસર્સ શામેલ હોય છે.

X કેટેગરીની સુરક્ષા:

X કેટેગરીમાં માત્ર 2 સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે, જેમાં એક પીએસઓ શામેલ હોય છે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here