હાર્દિક પટેલે કોંગ્રેસ વિરુદ્ધ પોતાની નારાજગી કેમ વ્યક્ત કરી ? જાણો

0
206
Advertisement
Loading...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખુલ્લેઆમ સમર્થન કરનાર પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ચૂંટણી પછી કોંગ્રેસના પાટીદાર પર ઠંડા પ્રભાવને જોઈને હાર્દિક નારાજ થયા છે.

Hardik Patel

કહેવાય છે કે હાર્દિક પટેલના સમર્થનને કારણે કોંગ્રેસને ચૂંટણીમાં સારું સમર્થન મળ્યું હતું. પાછલા બજેટ સત્રમાં કોંગ્રેસ તરફથી પાટીદારોના હક માટે સવાલ ઉઠાવવા અને બીજા અન્ય પ્લેટફોર્મ પર કોંગ્રેસની ચુપ્પીથી હાર્દિક ખુશ નહોતા. કારણ કે તેઓ પુરી રીતે કોંગ્રેસ સાથે જ હતા અને એવું માનવામાં આવે છે કે તેઓ 25 વર્ષના થઈ જશે ત્યારે કોંગ્રેસમાં સામેલ થઈ જશે.

પાટીદાર આંદોલનમાં મૃત્યુ થનારા યુવાઓ અને દેશદ્રોહ સામે લડી રહેલા યુવાનોના સમર્થનમાં કોંગ્રેસે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો નથી, જેને કારણે હાર્દિકે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. આ વિષયમાં પ્રતિપક્ષના નેતા પરેશ ધાનાણીની ચુપ્પીએ પણ હાર્દિક માટે સવાલો ઉભા કરી દીધા હતા.

વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીને અમરેલી સીટ પર વિજયી બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.

હાર્દિક પટેલે ઘણી વખત સોશિયલ મીડિયા પર જાહેરમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ રાજનૈતિક પાર્ટીના સદસ્ય નથી, પણ તેઓ રાહુલ ગાંધીને પસંદ કરે છે અને તેમને કોગ્રેસમાં વિશ્વાસ છે. કોંગ્રેસે હાર્દિક પટેલનો ચૂંટણીમાં ખૂબ ઉપયોગ કર્યો હતો, પણ ચૂંટણી પછી કોંગ્રેસ પાટીદારના મુદ્દામાં એકદમ શાંત થઈ ગઈ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here