વિજય રૂપાણી 2019 માં મુખ્યમંત્રી નહિ હોય ? જાણો આવું કોણે કહ્યું

0
192
Ahmedabad: Vijay Rupani takes charge as Gujarat Chief Minister at Swarnim Sankul on Monday. PTI Photo(PTI8_8_2016_000175A)
Advertisement
Loading...

રૂપાણી સરકાર દ્રારા સરપંચોના અભિવાદન સમારોહ અગાઉ પણ યોજાયા હતા અને તાજેતરમાં આવેલ કેટલીક ગ્રામપંચાયતોના ચૂંટણીના પરીણામોને લઈને પણ જાહેરાત કરાઈ છે ત્યારે કોંગ્રેસે આ બાબતે રૂપાણી સરકાર પર આક્ષેપ મૂક્યો છે કે, ભાજપ સરકારે ગુજરાતમાં સરપંચોના અધિકારો છીનવી લીધા છે.

કોંગ્રેસે સરપંચોના અભિવાદન સમારોહને 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ગણાવતા આક્ષેપ કર્યો કે ભાજપે સરપંચોના અધિકાર છીનવી લીધા છે. સરપંચો ડરના માર્યા સંમેલનમાં આવ્યાં હતાં. જો કાર્ડ ચેક કરવામાં આવે તો ૩૦ ટકા સરપંચ પણ ના નીકળે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે સીએમ વિજય રૂપાણીનું પોતાનું અસ્તિત્વ ૨૦૧૯ સુધી રહેશે કે કેમ એ પણ એક સવાલ છે.

એકબાજુ સરપંચો દ્રારા સરકાર પાસે માનદ વેતનની માંગ કરવા સરકાર સામે બાંયો ચડાવવાની ચર્ચા થઈ રહી છે તો બીજી બાજુ અભિવાદન સમારોહ યોજવાની જાહેરાત કરાઈ છે ત્યારે સવાલ એ થાય છે કે સમારોહના નામે નાણાં નો વ્યય કરવાને બદલે સરપંચોની માનદ્ વેતનની માંગ સવીકારાય તો સરપંચોમાં વધારે ખુશીનો માહોલ સર્જાશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here