ભાજપના ક્યા પાટીદાર નેતાએ આપી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની ધમકી? જાણો

0
240
Advertisement
Loading...

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપનુ શાસન છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્રકાર પરિષદ યોજી પૂર્વ કલેક્ટર અને હાલમાં પાલિકાના કમિશ્નર વિનોદ રાવે આચરેલા કૌભાંડોનો પર્દાફાશ કરવાની જાહેરાત કરતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ધારાસભ્ય તરીકે મારી પર થયેલા તમામ આક્ષેપો ખોટા છે, હું તેનું ખંડન કરૂ છું. હકીકતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બહું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

હાલના પાલિકાના કમિશ્નર વિનોદ રાવ જ્યારે કલેકટર હતા ત્યારે તેમની બદલી માટે મહેસુલ વિભાગના અધિકારીઓ લખેલો પત્ર યોગેશ પટેલે રજૂ કરી કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેતે સમયે વિનોદ રાવે કલેકટર તરીકે આચરેલા કૌભાંડનો હું પર્દાફાશ કરીશ. Source:(મો.ન્યુ.ફો.નેટવર્ક)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here