ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્ય માંડવાના સ્ટેજ પર જ ધૂણવા લાગ્યા

0
146
Advertisement
Loading...

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના છડીયાળી ગામે યોજવામાં આવેલા માતાજીના નવરંગા માંડવામાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના કોંગ્રેસી ધારાસભ્ય સ્ટેજ ઉપર જ ધૂણવા લાગ્યા હતા. એટલું જ નહીં ‘ખમ્મા ખમ્મા’ના પોકારો પણ પાડ્યા હતા. કોંગ્રેસના આ ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના છડીયાળીમાં માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરરવામાં આવ્યું હતું. જેમાં લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પણ હાજર હતા. આ દરમિયાન ધારાસભ્ય અચાનક સ્ટેજ ઉપર ચડી ગયા હતા અને ધૂણવા લાગ્યા હતા.

માત્ર એટલું જ નહીં પરંતુ ‘ખમ્મા ખમ્મા’ના પાકારો પાડ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યને સ્ટેજ ઉપર ધૂણતા જોઈ લોકોમાં અચરજ ફેલાયું હતું. માંડવામાં આવેલા સૌ કોઈ લોકો ધારાસભ્યને ધૂણતા જોઈ હાસ્ય રોકી શક્યા નહોતા તો કેટલાક લોકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું.

બુધવારે રાત્રે માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટીસંખ્યામાં ભૂવાઓ પણ હાજર હતા. વારાફરતી ભૂવા ધૂણતા હતા ત્યાં ધારાસભ્ય સ્ટેજ ઉપર સાંકળ લઈને આવી પહોંચ્યા હતા અને જુસ્સાભેર ધૂણ્યા હતા અને સાંકળો પછાડી હતી.

મોડી રાત સુધી ચાલેવા માંડવામાં ધારાસભ્યનું ધૂણવું સૌ કોઈ માટે આશ્ચર્યજનક રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યને સાંકળો ઉછાળતા જોઈને લોકો પણ અચંબામાં પડી ગયા હતા. મોડી રાત સુધી માંડવામાં ભૂવા ધૂણ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here