અમદાવાદના છારાનગરમાં દારૂબંધીની રેડ કરવા ગયેલ પીએસઆઈ પર હુમલો

0
162
Advertisement
Loading...

અમદાવાદના છારાનગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીએસઆઈ સાથે હુમલામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં છે.

તેમજ પીએસઆઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છારાનગરમાં ચાલતુ દારૂબંધીની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

સમગ્ર વિસ્તારમાં 1 હજાર પોલીસનો કાફલો બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. સાથે જ પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી હતી.

અમદાવાદના છારાનગરમાં વર્ષોથી દેશી અને વિદેશી દારૂનું વેચાણ થાય છે. અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લાં કેટલાય મહિનાઓથી આ વિસ્તારમાં દારૂ વેચનાર ઉપર ધોંસ વધારવામાં આવી છે. પોલીસના સતત ચેકિંગને કારણે જે સ્થાનિકો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે તેમનો પોલીસ સામે ગુસ્સો પણ હતો. ગુરૂવારની રાતે સરદારનગર સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબઈન્સપેક્ટર ડી. કે. મોરી પોતાના સ્ટાફ સાથે શંકાસ્પદ ઘરોમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ઉપર પૂર્વ યોજીત હુમલો કરી દેવામાં આવ્યો. જેમાં PSI મોરી ગંભીર રીતે ઘવાયા હતા. આ ઉપરાંત ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા.

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ ઉપર હુમલો કરવાના આરોપસર પોલીસે 40થી વધુ લોકો ધરપકડ કરી છે. હાલમાં આખા સરદારનગરમાં પોલીસની કુમક ઉતારી દેવામાં આવી હોવાને કારણે આખો વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિકો પોલીસ અત્યાચાર વિરૂધ્ધમાં રેલી કાઢી રહ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here