ગૌ સેવાના નામે ઉઘરાણુ કરનારાઓને ગોપાલ ઈંટાળીયાએ શું કહ્યું ? જાણો

0
494
Advertisement
Loading...

ઉત્તરાયણને આડે માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી છે,ત્યારે રખડતા ઢોરો માં ગાયો જ શા માટે એ મુદે્ આ ઉત્તરાયણના દિવસે ગાયો ના નામે ઉઘરાણા કરનારાઓને ગોપાલ ઈંટાળીયાએ કેટલાક વેધક સવાલો કરતો એક વિડીયો સોશ્યલ મિડીયામાં મૂક્યો છે.આ વિડીયોમાં ગોપાલ ઈંટાળીયાએ નીચે મુજબ સવાલો ઉઠાવ્યા છે.

1. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રખડતા ઢોરોનો ત્રાસ છે ત્યારે સવાલ એ થાય કે આ રખડતા ઢોર તરીકે માત્ર ગાયો જ શા માટે રખડે છે?

2. ઉત્તરાયણના દિવસે ગાયો ના નામે ઉઘરાણા કરનારાઓને દાન માં પૈસા ને બદલે શુ ગાય આપીશુ તો સ્વીકારશે ?

3. દરેક બાબતમાં બાપદાદાઓની પરંપરાઓના બહાના કાઢી લાગણી દુભાવવાની વાતો કરનારા શા માટે ધોતીયા નથી પહેરતા? બાપદાદાની પરંપરાઓની આડમાં પોતાની દુકાનો ચલાવનારા શા માટે બાપદાદાઓ જેવુ જ જીવન નથી જીવતા?

4. ગાયના નામે દુકાનો ખોલી પાવતીઓ ફાડવા બેસેલાઓએ કદી એ વિચાર્યુ કે ભેંસ,બકરી વગેરે કદી રખડતી નથી તો માત્ર ગાયો જ શા માટે રખડે છે ?

5. લાગણી દુભાવાની આડમાં પૂતળા સળગાવનારાઓ, વિરોધ કરનારાઓની આપણી ગાયમાતાને રખડતી જોઈને કેમ તેમની લાગણી દુભાતી નથી ?

આ પાંચ સવાલો પછી ગોપાલ ઈંટાળીયાએ એમ પણ કહ્યુ કે મને બીજા કોઈ નહી માત્ર લોકો જે લાગણીઓના નામે દંભ બતાવે છે એનો જ વિરોધ છે.તેમણે ઉમેર્યુ કે ભાજપના શાસનમાં ગાય નો મુદો્ પણ જ્ઞાતિવાદી બની ગયો છે

ગોપાલ ઈંટાળીયાએ ઉમેર્યુ કે હુ કોઈનો વિરોધી નથી પણ ખોટુ હોય ત્યાં બોલીશ.હા, જો તમારી લાગણી દુભાઈ હોય તો મને મારજો હું પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ હવે તો નહી કરુ કારણ કે જો સુપ્રિમ કોર્ટના જજ સિક્યોર ના હોય તો મને શુ ન્યાય મળવાનો હતો ?

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here