હાર્દિકનાં ઉપવાસને ભાજપનાં આ મંત્રીનું સમર્થન,જાણો શું આપ્યું નિવેદન

0
114
Advertisement
Loading...

ઉપવાસનાં નવમા દિવસે હાર્દિકનાં સમર્થનમાં રાજય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સામે આવ્યાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કેબિનેટનાં મંત્રી કુંવરજી બાવળીયાએ હાર્દિકનાં સમર્થનમાં નિવેદન આપ્યું છે. જ્યાં કુંવરજી બાવળીયાએ અનામત અને દેવા માફીની માંગને યોગ્ય ગણાવી છે.

હાર્દિકનાં ઉપવાસને સરકાર માટે ગંભીર મુદ્દો ગણાવ્યો છે અને બાવળીયાએ નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવાની પણ વાત કરી છે. ભાજપ સરકારનાં મંત્રીનાં નિવેદનથી ઉપવાસ મામલે હકારાત્મક સંકેતો મળી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક સતત અનામત અને ખેડૂતોનાં દેવા માફી મુદ્દાને લઇ છેલ્લાં નવ દિવસથી ઉપવાસ પર જ છે. ત્યારે આજે હાર્દિકનાં ઉપવાસનો નવમો દિવસ છે. મહત્વનું છે કે ડોક્ટરે હાર્દિકને આગામી 48 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવાની પણ સલાહ આપી છે. ખાનગી ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે હાર્દિકને આજે સવારે ચકક્કર પણ આવ્યાં હતાં.

ત્યારે એક પછી એક લોકો હાર્દિકનાં સમર્થનમાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે હાર્દિકે આ ઉપવાસમાં જળનો પણ ત્યાગ કર્યો હતો. ત્યારે ગઇ કાલનાં રોજ ગઢડાનાં એસ.પી. સ્વામીનાં હસ્તે હાર્દિકે પાણી પીધું હતું. ત્યારે હવે હાર્દિકનાં સમર્થનમાં ભાજપનાં એક મંત્રીએ પણ સમર્થન આપ્યું છે.

આજનાં હાર્દિકનાં નવમા દિવસનાં ઉપવાસને લઇ હાર્દિકને રાજય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સમર્થન આપતાં નિવેદન આપતાં જણાવ્યું કે બાવળીયાએ અનામત અને દેવા માફીની માંગને યોગ્ય ગણાવી છે. તેમજ રાજ્ય સરકાર માટે આ એક ગંભીર મુદ્દો ગણાવ્યો છે. હાર્દિક જે ઉપવાસ કરી રહ્યો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે તેવી મારી ઈચ્છા છે. જેથી આ આંદોલનને લઇને ઉકેલ આવશે તેવા હકારાત્મક સંકેતો મળી રહ્યાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here