શિક્ષિકા સાથે વાન ડ્રાઈવરે કર્યું શારીરિક સંબંધ બાંધવા દબાણ પછી શું થયું…! જાણો

0
265
Advertisement
Loading...

શિક્ષિકા સાથે રાકેશ રતનસિંગ મકવાણા તા.17-3-18 પહેલા શારીરિક સંબંધ બાંધવા અંગે વારંવાર દબાણ કરતો હતો અને જો શારીરિક સંબંધ નહીં બાંધે તો તેને બદનામ કરી દઈશ તેવી ધમકી પણ આપતો હતો તેથી આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પી.આઈ. કવાએ તપાસનો આરંભ કરેલ છે.

ભરૂચમાં આવેલ સોસાયટીમાં રહેતી શિક્ષિકાએ સી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જ્યારે આ બનાવના આરોપી રાજેશ રતનસિંગ મકવાણા ઉ.વ.40 ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે છે તે રઘુવીર નગર મકાન નં.13/6 ગડખોલ પાટીયા પાસે રહે છે.

આ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમા સનસનાટી અને ચર્ચાનો વિષય બની ગયો છે. એટલું જ નહી પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લામાં શિક્ષણ અર્થે અથવા તો રોજગાર અર્થે રોજીંદી ખાનગી વાહનમાં મુસાફરી કરતા લોકો અને ખાસ કરીને મહિલાઓ સામે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે.

સી.ડીવીઝન સુત્રોના જણાવ્યા અનુસાર રાકેશ મકવાણાને અટકાયત કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. ભરૂચ જિલ્લામાં મારૂતિવાન અને અન્ય ખાનગી વાહનોમાં હજારો લોકો ખાસ કરીને ટ્યુશનના વિદ્યાર્થીઓથી માંડીને નોકરીયાત વર્ગ અપડાઉન કરી રહ્યા છે. આવા અપડાઉન કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો છે.

ભરૂચથી આજુબાજુના 25થી 30 કી.મી. સુધીના અંતરમાં શિક્ષણ અર્થે કે નોકરી અર્થે અપડાઉન કરનારાઓ સામાન્ય રીતે ખાનગી વાહનોમાં અપડાઉન કરતા હોય છે અને વાહન ચાલકને માસિક ભાડૂ ચુકવતા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here