પતિએ પત્નીને બળજબરી દારૂ પીવડાવીને તેનો વીડિયો બનાવ્યો પછી શું થયું?

0
679
Demo Pics
Advertisement
Loading...

ચાર વર્ષ પૂર્વે વડોદરાના સુભાનપુરા સ્થિત રહેતા યુવકનાં લગ્ન મુંબઈની યુવતી સાથે થયાં હતાં. પરિણીતાને પિયરમાંથી રૂપિયા મંગાવવા માટે પતિ સહિત સાસરિયાં દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધની આશંકા રાખી તેનો પતિ પરિણીતા પર ત્રાસ ગુજારતા હતો.

પતિ સાથે ગોવા ફરવા ગયેલી પરિણીતાને બળજબરી પૂર્વક તેના જ પતિએ દારૂ પીવડાવી માર માર્યો હતો અને અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. સમગ્ર મામલે પરિણીતાએ પતિ સહિત સાસરિયાં વિરૂદ્ધ વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈ રહેતી પરિણીતાએ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુભાનપુરા બેચરભાઇ પાર્કમાં રહેતા પીંકેશ દિલીપભાઈ પંચાલ સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતાં. પીંકેશ સોનાની ચેઈન, બાઇક તેમજ દર મહિને પિયરમાંથી રૂપિયા લઈ આવવાનું કહેતો હતો. પરિણીતા પાસે રોજની 20થી 25 રોટલીઓ બનાવડાવી ઘરનાં સભ્યો બે રોટલી ખાય તો પરિણીતાને પણ બે જ રોટલી ખાવા દબાણ કરતાં અને બાકીની રોટલી ગાય અને કૂતરાંઓને ખવડાવી દેતો હતો.

પીંકેશ તેની પત્ની સાથે ગોવા ફરવા માટે ગયો હતો. જ્યાં પત્નીને બળજબરી દારૂ પીવડાવીને તેને માર માર્યો હતો અને તેનો અંગત પળો માણતો હોય તેવો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જોકે પીંકેશની નોકરી છૂટી જતાં બાઈક ખરીદવા માટે પિયરમાંથી રૂ. 2 લાખ રૂપિયા લાવવા માટે અવાર-નવાર પરિણીતા પર દબાણ કરતો હતો.

પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ તેના પતિ, સસરા દિલીપભાઇ, સાસુ પન્નાબેન અને નણંદ વૈશાલીબેન વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપી રૂપિયાની માંગણી કરતાં હોવાની ગોરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પત્ની જી-મેઈલનો પાસવર્ડ ભૂલી જતાં પતિ તેણી પર શંકા કરી ફેસબુકની પણ ચકાસણી કરતો હતો.

સાસરિયાં ગરમ પાણીએ સ્નાન કરી લે ત્યારબાદ વહુને નાહવા માટે કહેતાં હતાં અને જ્યારે વહુ ગરમ પાણીથી સ્નાન કરવા માટે જાય ત્યારે તેણીને ઠંડા પાણીએ જ નાહવા માટે દબાણ કરતાં હતાં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here