યુવતીને FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સસંબંધ, સગાઇ થઈ જતાં યુવકે શું કર્યું?

0
387
Advertisement
Loading...

ફેસબૂક પર ફ્રેન્ડશિપ થયા પછી યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. ફેસબૂક ફ્રેન્ડે યુવતીની સગાઈ થઈ જતાં યુવતીના અશ્લીલ વીડિયો અને ફોટા ફેસબૂક પર વાયરલ કરી દેતાં ભારે હોબાળો મચી ગયો છે. હાલ આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.

આ અંગેની વિગતો એવી છે કે, જામનગરમાં રહેતી માનસી(નામ બદલ્યું છે) દોઢ વર્ષ પહેલા ફેસબુકથી રાજકોટના હાર્દિક મહેન્દ્રભાઇ પંડ્યાના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા બંધાતા ધીરે ધીરે રાજકોટના શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાધ્યો હતો. એટલું જ નહીં હાર્દિકે માનસીની અશ્લીલ તસવીરો અને વીડિયો પણ ઉતાર્યા હતા.

દરમિયાન માનસીની સગાઇ બીજે થઇ જતા હાર્દિકે માનસીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અશ્લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, માનસીએ રૂપિયા ન આપતાં તમામ અશ્લીલ ફોટા અને વીડિયો હાર્દિકે ફેસબુક પર વાયરલ કરી દીધા હતા.

માનસીના ફોટા સોશિયલ મીડિયા પર ફરતાં થઈ જતાં જે યુવક સાથે તેની સગાઇ થઈ હતી, તેણે સગાઇ ફોક કરી નાંખી છે. આ ફોટા-વીડિયો વાયરલ કર્યા પછી હાર્દિકે માનસીને પોતાની સાથે ધરાર સંબંધ રાખવા અને જો સંબંધ નહી રાખે તો તેણીને ઉપરાંત માતા-પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

હાર્દિકના ત્રાસથી કંટાળીને અંતે માનસી અને તેનો પરિવાર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને હાર્દિક સામે પોલીસ ફરિયાદ કરી હતી. ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે રાજકોટના હાર્દિક મહેન્દ્રભાઇ પંડ્યા સામે ગુનો નોંધી તેની
ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ભોગ બનનારને તબીબી ચકાસણી માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here