અમેરિકા લઈ જવાની લાલચ આપી યુવતી સાથે કર્યા લગ્ન પછી યુવકે શું કર્યું, જાણો વિગત

0
224
Advertisement
Loading...

અમદાવાદના નવરંગપુરામાં રહેતી એક યુવતીને અમેરિકા લઈ જવાની લાલચ આપીને લગ્ન બાદ દહેજની માંગણી કરી ત્રાસ આપનારા સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદની વિગત મુજબ અમદાવાદના નવરંગપુરામાં હિન્દુ કોલોનીમાં રહેતા નિષ્ઠાબહેનના લગ્ન 31 જાન્યુઆરી 2017નાં રોજ મુંબઈના માટુંગામાં રહેતા જય અશોકભાઈ પટેલ સાથે થયા હતા…

2016માં નિષ્ઠાબહેન દહેરાદુનમાં ટ્રેકિંગમાં ગયા હતાં ત્યારે તેમની ઓળખ જય સાથે થઈ હતી. જયએ નિષ્ઠાબહેનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું પણ તે સમયે ના પાડી દીધી હતી. આ દરમિયાન જયના માતાપિતા નિષ્ઠાબહેનના ઘરે આવ્યા હતા અને જય અમેરિકામાં ન્યુયોર્કમાં બેંકમાં નોકરી કરતો હોવાનું તથા ગ્રીન કાર્ડ ધરાવતો હોવાનું કહી લગ્ન બાદ નિષ્ઠાને અમેરિકા લઈ જશે એવો ભરોસો આપ્યો હતો.

આ ઉપરાંત તેઓ દહેજની અપેક્ષા રાખતા ન હોવાનું પણ જણાવ્યું હતું. જાન્યુઆરી 2017માં જય ભારત આવતા નિષ્ઠા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ નિષ્ઠાબહેન તેમની મુંબઈની સાસરીમાં ગયા હતા. 20 દિવસ બાદ જય અમેરિકા ગયો હતો. જૂન મહિનામાં જય ભારત આવતા નિષ્ઠાબહેનને પિયરમાંથી સાસરીમાં લઈ ગયો હતો.

જોકે સાસરીયાઓએ તારા પિયરવાળાઓ દર વર્ષે એક લાખ આપવા પડશે કારણ કે અમારા મોભા મુજબનું કરિયાવર આપ્યું નથી એમ નિષઠાબહેનને જણાવ્યું હતું. નિષ્ઠાબહેને પતિને અમેરિકા જવા વાત કરતા સાસુ, સસરા અને નણંદ તારે અમેરિકા જવાની શું જરૂર છે અને જય ભારત આવે ત્યારે તેની સાથે રહેવાનું એવું કહી દીધું હતું.

નિષ્ઠાબહેને પતિને વાત કરતા તેણે ગાળો બોલીને હવે મને તારામાં કોઈ ઈન્ટરેસ્ટ રહ્યો નથી, તેં મારા લગ્નની પ્રપોઝલ સ્વીકારી નહીં એટલે હેરાન કરવા તારી સાથે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સારરીયાઓએ નિષ્ઠાબહેનને છુટાછેડા માટે દબાણ આપવાનું શરૂ કર્યું હતું.

છુટાછેડા નહીં આપે તો તારા માતા-પિતાને ખોટા કેસમાં ફસાવી દઈશું એવી ધમકી પણ આપતાં હતાં. આ અંગે નિષ્ઠાબહેને પતિ જય, સસરા અશોકભાઈ, સાસુ પ્રતિભા પટેલ અને નણંદ શૈફાલી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here