વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેને નોટબંધી,GST અને 2019 ની ચૂંટણીને લઈ શુ કહ્યુ? જાણો

0
286
Advertisement
Loading...

PM નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન શનિવાર ઝારખંડના ગોડ્ડા માં ‘તેલી અધિકાર મહારેલી’ માં સામેલ થવા માટે ગયા હતા ત્યારે સ્થાનીક અતિથિ ભવનમાં રવિવારે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં GST, નોટબંધી સહિતના વિવિધ મુદે્ નિવેદન આપ્યા હતા.

જશોદાબેને જણાવ્યુ હતુ કે, ” આજે દીકરા-દીકરીમાં કોઈ ફર્ક નથી રહ્યો. પુરુષ સાથે સ્ત્રી દરેક ક્ષેત્રમાં કદમતાલ મીલાવીને ચાલી રહી છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નારાને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે, જેથી દેશની દીકરીઓને એક સુંદર ભવિષ્ય મળી શકે. આ અભિયાનને આગળ વધારવા માટે હું જુદા-જુદા રાજ્યોના પ્રવાસ કરી રહી છુ. ”

જશોદાબેને GST અને નોટબંધી મુદે્ જણાવ્યુ હતુ કે, સરકારના આ બંને નિર્ણયો દેશના હિત માં જ છે,આજે દેશ મોદીજીના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે.ત્યારે દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે હું ઈચ્છું છું કે, તેઓ ભવિષ્યમાં પણ વડાપ્રધાન પદને સુશોભિત કરે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here