હાર્દિક અને લાલજી પટેલની સજા બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા શું કહ્યું જાણો

0
285
Advertisement
Loading...

પાટીદાર અનામત આંદોલનના પ્રથમ કેસના ચુકાદામાં આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલને બે-બે વર્ષની સજા થઈ છે. ત્યારે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે ગુજરાત અહિંસા, એકતા, પ્રેમ, શાંતિ વાળુ રાજ્ય છે અને તેને આપણે જાળવી રાખવુ જોઈએ. કોર્ટે જે ચુકાદો આપ્યો છે. તે જોતા દોષિતોએ ઉપલી કોર્ટમાં જવુ હોય તો જાય.

નોધનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે આજે કોર્ટ ચુકાદો અાવી ગયો છે. કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને 2 વર્ષની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે લાલજી, હાર્દિક અને એકે પટેલને 50 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટના ચુકાદાને લઈને હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત 17 આરોપીઓ આજે વિસનગર કોર્ટ હાજર રહયા હતા. હાર્દિક અને લાલજી પટેલને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ કેસને લઈને તમામ તમામ દલીલો પૂર્ણ થઈ છે અને આજે આજે ચુકાદો આવી ગયો છે. આ અનામત આંદોલનના કેસનો આ પ્રથમ ચુકાદો છે. વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વી.પી. અગ્રવાલની કોર્ટે ચુકાદો આપ્યો છે. કલમ 147 , 148, 149, 427, 435 અંતર્ગત દોષિત ઠેરવ્યા છે. આ કેસના કુલ 17 આરોપીઓમાંથી 14 આરોપી ઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠેરવ્યા છે . કાર માલિકને પણ અેક લાખનું વળતર ચૂકવવા અાદેશ કર્યો છે. અાકેસના ફરિયાદીને 10 હજારનું અને ધારાસભ્ય પટેલની અોફિસમાં તોડફોડ બદલ 40 હજારનું વળતર ચૂકવવા અાદેશ કર્યો છે.

એક પત્રકારને મૂઢ માર મારવામાં આવ્યો હતો અને તેણે જ ફરિયાદ કરી હતી. કેસના ચુકાદાને લઈને વિસનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે . વિસનગર ધારાસભ્ય કાર્યાલયથી લઈને જાહેર સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં અાવ્યો છે. ધારાસભ્યના આવાસ અને કાર્યાલય પર પણ બંદોબસ્ત ગોઠવાયો છે. 17માંથી 3 જણાને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ચુકાદો અાવવાની સાથે જ વિસનગર અને મહેસાણામાં ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં અાવ્યો છે. હાર્દિક અને લાલજી પટેલને સજા થઈ શકે છે. અે. કે. પટેલ પણ દોષિત ઠર્યા છે. અન્યો બધા રાયોટિંગના કેસમાં નિર્દોષ જાહેર થયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here