વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલ, લાલજી દોષિત, તમામને બે-બે વર્ષની સજા

0
416
Advertisement
Loading...

પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે આજે કોર્ટ ચુકાદો અાવી ગયો છે. કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને 2 વર્ષની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે લાલજી, પાર્દિક અને એકગે પટેલને 50 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટના ચુકાદાને લઈને હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત 17 આરોપીઓ આજે વિસનગર કોર્ટ હાજર રહયા હતા. હાર્દિક અને લાલજી પટેલને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ કેસને લઈને તમામ તમામ દલીલો પૂર્ણ થઈ છે અને આજે આજે ચુકાદો આવી ગયો છે. આ અનામત આંદોલનના કેસનો આ પ્રથમ ચુકાદો છે.

આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓ હતા. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થતો હતો.

હાર્દિક સહિતના આરોપીઓ સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ આરોપી ઠરતાં તેમને ત્રણ વર્ષ સુધીની સજા તથા દંડ થઈ શકે છે. હાર્દિક તથા લાલજી સામે આગજની, તોડફોડ તથા લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here