અમદાવાદ એરપોર્ટ પર વાઇબ્રેશન એલાર્મ મુસાફરોને ફ્લાઈટના સમયે જગાડશે

0
204
Vibration alarms at Ahmedabad airport will awake passengers at the time of flight
Advertisement
Loading...

(GNS)અમદાવાદ, અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર પેસેન્જર ફેસેલીટી ધ્યાનમાં લઇને મહત્વના ફેરફારો આવતા મહિનામાં થઇ રહ્યા છે. ડોમેસ્ટીક ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડીગની અંદરનો સિક્યોરીટી એરિયા તોડીને નવો બનાવાશે. ડોમેસ્ટીક એરપોર્ટની કાયાપલટ થઇ જશે તેવા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ટેન્ડર પ્રકિયા શરૂ થઇ ગઇ છે. મંુબઇ અને દિલ્હી એરપોર્ટની કાયાપલટ કરનાર કોન્ટ્રાકટર સાથે વાટાઘાટો ચાલુ છે.

નવા ફેરફારો મુજબ ડોમેસ્ટીક ટર્મિનલ બિલ્ડીગના ડિપાર્ચર એરિયામાં એરલાઇન્સ કંપનીઓના કાઉન્ટર બહુ ઓછા છે જેના કારણે પેસેન્જરોને લાઇનમાં ઉભા રહેવુ પડે છે. બોર્ડીગ પાસ મળી ગયા પછી સીઆઇએસએફની સિકયોરીટીમાથી પસાર થવા માટે પણ લાઇનમાં ઉભા રહેવુ પડે છે જેના કારણે પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે. સિકયોરીટી એરિયા ક્રોસ કર્યા પછી પેસેન્જરો ફ્લાઇટની રાહ જોઇને બેઠા હોય છે ફ્લાઇટ મોડી પડે તો ત્યાં બેસવાની જગ્યા હોતી નથી જેથી મોટાભાગના પેસેન્જરો ઉભા રહેવુ પડે છે.

સિક્યોરીટી એરિયાથી પેસેન્જર લોન્જ સુધીનો એરિયા તોડીને નવો બનાવવામાં આવશે જેમાં એરપોર્ટની અંદરની સાઇડ નવુ બાંધકામ કરીને એરિયા મોટો કરવામા આવશે. નવા એરિયામાં પેસજરો માટે તમામ પ્રકારની ફેસેલીટી રહેશે જેવી ફેસેલીટી દિલ્હી અને મુંબઇના ટર્મિનલ બિલ્ડીગમાં અનેક ખાનગી એરલાઇનસ કંપનીઓની છે તેવી જ રહેશે. ખાનગી કંપની સાથે એરપોર્ટ ઓથોરીટી નવુ કામ પેસેન્જરો માટે કરશે. એરલાઇન્સ કંપનીઓની ૧૦૦ જેટલી ફ્લાઇટ ઓપરેટ થાય છે. એરલાઇન્સ કંપનીઓના કાઉન્ટરોમાં વધારો થશે. પેસેન્જરો સોફામાં ફ્લાઇટની રાહ જોઇને સૂઇ ગયા હશે તો સોફામાં પહેલેથી વાઇબ્રેશન એલાર્મ સિસ્ટમ સેટ કરીને સૂઇ શકશે. ફ્લાઇટનો ટાઇમ થશે એટલે વાઇબ્રેશનના કારણે પેસેન્જર જાગી જશે તેવી ટેકનોલોજી આવી જશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here