વલસાડમાં લવજેહાદ : ભપકાદાર લાઈફ જીવતી હતી પ્રેમી સાથે 98 લાખ લઈ ભાગેલી પરિણિતા,જુઓ

0
298
Advertisement
Loading...

પતિના ઘરમાંથી 98 લાખ રુપિયા રોકડા લઈને પ્રેમી સાથે ભાગી રહેલી વલસાડની પરિણિતાનો કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી રહ્યો છે. ધીરે-ધીરે આ સમગ્ર મામલાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ યુવતી ગ્લેમરસ લાઈફસ્ટાઈલની જબરજસ્ત શોખીન હતી. મુંબઈમાં ભણેલી યુવતી ક્લબોમાં પણ આવતી-જતી હતી.

વલસાડની પરિણિતા રુચિ (નામ બદલ્યું છે) પોતાના મુસ્લિમ પ્રેમી સાથે 98 લાખ કેશ સાથે દુબઈ નાસી જવાની હતી. તેઓ મુંબઈથી ફ્લાઈટ પકડી કોલકાતા અને ત્યાંથી નેપાળના રસ્તે દુબઈ જવાના હતા. જોકે, રુચિ પોતાના પ્રેમી સાથે ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટ પર પોલીસે તેને અને તેના પ્રેમીને ઝડપી લીધા હતા.

રુચિની પૂછપરછ કરીને પોલીસે તેને તેના મા-બાપના ઘરે મોકલી દીધી હતી. જ્યારે તેના પ્રેમી સલમાન શેખની અટકાયત કરવામાં આવી હતી. રુચિના પતિએ રુચિ અને તેના પ્રેમી સામે 98 લાખ રુપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રુચિ અને તેનો પ્રેમી મુંબઈના એક શખ્સને આ કેશ આપવાના હતા, જે તેમને દુબઈ ટ્રાન્સફર કરી આપવાનો હતો. પોલીસે તેમની પાસેથી 91 લાખ જપ્ત પણ કર્યા હતા

રુચિના પતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્ની સલમાન શેખને મુંબઈમાં કોલેજ કરતી હતી તે સમયથી જાણતી હતી. તેણે લગ્ન પછી પણ સલમાન સાથે દોસ્તી ચાલુ રાખી હતી અને તેની સાથે મળીને જ તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

હજુ ચાર મહિના પહેલા જ વલસાડના એક બિઝનેસમેનને પરણેલી રુચિ રવિવારે પતિને પોતાના બીમાર પિતાની ખબર પૂછવા વાપી જાઉં છું તેમ કહીને નીકળી હતી. જોકે, દિવસ દરમિયાન તેના પતિએ તેને ફોન કરી તે ક્યાં છે ત્યારે રુચિ તેને ગોળ-ગોળ જવાબ આપી રહી હતી. જેનાથી રુચિના પતિને શંકા ગઈ હતી, અને તે વાપી પહોંચી ગયો હતો.

જોકે, રુચિ વાપી આવી જ ન હોવાનું તેની જાણમાં આવ્યું હતું, અને પછી તો રુચિએ તેના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. રુચિ ગાયબ થઈ જતાં તેની માતાએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, રુચિ મુંબઈ પહોંચી ગઈ છે. પોલીસે મુંબઈ એરપોર્ટથી જ રુચિ અને તેના પ્રેમીને પકડી લીધા હતા, અને તેમને વાપી લાવવામાં આવ્યાં હતાં.

રુચિ કોલેજકાળથી જ સલમાનના પ્રેમમાં હતી, જોકે તેના સંબંધોની તેના મા-બાપને ખબર પડી જતાં તેને વાપી પરત બોલાવી લેવાઈ હતી, અને તેના લગ્ન વલસાડમાં ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા એક યુવક સાથે કરી દેવામાં આવ્યા હતા. ભપકાદાર લગ્ન પછી રુચિ અને તેનો પતિ વિદેશમાં હનિમૂન કરવા પણ ગયાં હતાં.

રુચિના પતિને જ્યારે તેના ભૂતકાળના પ્રેમસંબંધ અંગે જાણ થઈ ત્યારથી જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. બીજી તરફ, રુચિ પણ લગ્ન થઈ જવા છતાંય સલમાનના પ્રેમમાં હતી, અને તેનો સંપર્ક પણ તેણે જાળવી રાખ્યો હતો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સલમાને માત્ર રુપિયા પડાવવા માટે જ રુચિ સાથે સંબંધ બાંધ્યા હતા અને તેણે જ રુચિને જેટલા બને તેટલા વધુ રુપિયા લઈ આવવા કહ્યું હતું.

સલમાનનો ભૂતકાળ પણ પોલીસને શંકાસ્પદ લાગી રહ્યો છે. તે થોડા મહિનાઓમાં જ અનેક દેશનો પ્રવાસ કરી ચૂ્ક્યો છે. પોલીસે જ્યારે તેને આ અંગે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે કામકાજને લીધે વિદેશ ગયો હતો, જોકે પોતે શેનું કામ કરે છે તે સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે સલમાને તેનો કોઈ જવાબ નહોતો આપ્યો.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવતી અને મુંબઈના ક્લબોમાં આવ-જા કરતી રુચિનો પતિ માત્ર 12 ધોરણ સુધી જ ભણેલો છે, જેની સાથે રુચિને મનમેળ નહોતો. જોકે, રુચિના પ્રેમપ્રકરણની જાણ થઈ જતાં મા-બાપે તેને જબરજસ્તી વલસાડના બિઝનેસમેન યુવક સાથે પરણાવી દીધી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here