વલસાડમાં લવજેહાદ: યુવતીને લઈને ભાગનાર યુવકની હતી વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો

0
988
Advertisement
Loading...

વાપી ચલામાં રહેતી અને વલસાડ પરણેલી ભાનુશાલી સમાજની 23 વર્ષિય યુવતી રવિવારે પોતાના માતા-પિતાને મળવા માટે વાપી જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી.

જોકે મોડે સુધી તે પરત ન ફરતા સાસરિયાઓએ તેની તપાસ કરતાં તેનો મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં કેસેટ વાગતી હતી, જેથી શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદમાં વાપી પોલીસે મુંબઈ પોલીસની મદદથી તપાસ કરતા તેમનું મુંબઈ એરપોર્ટનું લોકેશન ટ્રેસ થયું હતું જેથી તાબડતોબ એરપોર્ટ પર પહોંચતાં આ બન્ને પ્રેમી-પંખીડા વિમાનમાં બેસે તેની માંડ પંદર મિનિટ પહેલા જ ઝડપી લીધા હતાં.

સોમવારે બન્નેને વાપી લવાતાં સમાજના સેંકડો લોકોએ લવજેહાદ મામલે મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હતો.

પોલીસે અટકાયત કરી તે સલમાન શેખની લાઈફ સ્ટાઈલ પણ વૈભવી હતી. સલમાને સોશિયલ મીડિયાના પેઝ પર પોતાના વૈભવી લાઈફ સ્ટાઈલવાળા ફોટો પણ અપલોડ કર્યા હતા.

જે જોતા એવું લાગે છે તે અનેક વાર વિદેશ પ્રવાસે જઈ આવ્યો છે અને તેની લાઈફ સ્ટાઈફ પણ વૈભવી છે.

સલમાને કહ્યું હતું કે, વાપીની રીના સાથે તેમની ઓળખ કોલેજમાં સાથે ભણતી એક યુવતની મિત્રએ કરાવી હતી. જોકે, ત્યારબાદ આ ઓળખ પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.

સલમાન શેખ પાસે જે પાસપોર્ટ મળી આવ્યો એમાં થોડા જ વર્ષમાં 13 વિદેશી યાત્રા કરી હોવાનું જણાય છે અને વિદેશમાં જઈને વૈભવી શોખ કરતો હતો જેની એની તસવીરો પરથી જોતા લાગે છે.

આ ઉપરાંત ઘણી તસવીરોમાં સલમાનના હાથમાં વાઈનનો ગ્લાસ છે તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી એક તસવીરમાં હુક્કો પીતો હોય તેવી તસવીર છે.

વાપી ચલામાં રહેતી ભાનુશાલી સમાજની એક યુવતીએ રવિવારે સાંજે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણ માસ અગાઉ તેમની 23 વર્ષિય પુત્રીના લગ્ન વલસાડ ખાતે કરાયાં હતાં.

પતિની તબિયત ખરાબ હોવાથી તેમની દીકરી રવિવારે વલસાડથી વાપી હોસ્પિટલમાં તેમને મળવા માટે આવી હતી અને ઘરે જાઉં છું કહીને ઘરની ચાવી લઈને હોસ્પિટલથી ઘરે ગઈ હતી.

જ્યાંથી તે પરત ન આવતા તેને ફોન કરતા મરાઠી ભાષામાં કેસેટ વાગતા સગા સંબંધીએ તપાસ કરીને જણાવ્યુ હતું કે, તેમની દીકરી કોઈ સલમાન શેખ નામના ઈસમ સાથે મુંબઈના સહારા એરપોર્ટ ખાતે છે અને મુંબઈમાં રહેતો સલમાન શેખ તેમની પુત્રીને દુબઈ લઈ જઈ રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here