Valentines Day પર અમદાવાદના રીવરફ્રન્ટ પરથી પ્રેમી યુગલને બજરંગદળ કાર્યકરોએ ભગાડ્યા

0
106
Advertisement
Loading...

Valentines Day પર અમદાવાદ શહેરમાં સાબરમતી રીવરફ્રન્ટ પરથી બજરંગ દળના કાર્યકરોએ Valentines Day નો વિરોધ કરતાની સાથે જ સ્થળ પર બેઠેલા પ્રેમી યુગલને પણ ભગાડ્યા હતા.જેના પગલે રીવરફન્ટ પાસેના રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બજરંગદળના કાર્યકરોની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ Valentine Day ની ઉજવણી કરવામાં આવે છે. જો દેશભરમાં Valentine Day ની ઉજવણી કરી રહેલા યુવક યુવતીઓને દરવર્ષે ભારતીય સંસ્કૃતીના નામ પર બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ ઉજવણીથી દુર રહેવા માટે ફરમાન કરવામાં આવે છે. જેના પગલે યુવક યુવતીઓમાં આ દિવસની જાહેરમાં ઉજવણીને લઈને એક ભય રહેતો હોય છે. જેમાં અમદાવાદ શહેરમાં આ બાબતે હંમેશા કોઈને કોઈ વિવાદ ઉભો થતો હોય છે.

તેવા સમયે અમદાવાદ શહેરમાં કોલેજની બહાર વેલેન્ટાઇન ડે પૂર્વે જ લવ જેહાદના પોસ્ટર જોવા મળ્યા હતા. જેમાં બજરંગદળ કર્ણાવતીનું નામ પણ છાપવામાહતું . જેના પગલે આગામી દિવસમાં વેલેન્ટાઇન ડે પૂર્વે લવ જેહાદનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો હતો. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા છે તે અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમદાવાદ શહેરમાં આ બેનર તો હજુ છુટાછવાયા જોવા મળી રહ્યા હતા. જે આગામી દિવસોમાં અનેક સ્થળોએ અને ખાસ કરીને કોલેજની આસપાસ પણ જોવા મળ્યા હતા. જો કે Valentine Day ની ઉજવણી પૂવે અમદાવાદ શહેરના પોલીસે સઘન બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here