15 વર્ષીય સગીરાને ભગાડી જઇ ચાર દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર, પછી શું થયું?

0
288
Advertisement
Loading...

જિલ્લાના જ એક ગામની ૧૫ વર્ષીય સગીરા સાથે બાજુના ગામના બે યુવકોએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. એક યુવકે સગીરા સાથે સંબંધ બાંધ્યા પછી તેને પોતાના મિત્રને પણ સગીરાનો નંબર આપ્યો હતો અને તેણે પણ સગીરાને લલચાવીને સંબંધ રાખ્યા હતા. એટલું નહીં લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેની સાથે સંબંધ રાખ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, છ મહિના પહેલા સગીરા તેના ગામમાં રામામંડળ જોવા આવેલા નવાગામના મહેશ કાનાભાઇ વાઘેલા નામના યુવક સંપર્કમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. યુવકે મોબાઇલ આપતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. એટલું જ નહીં, લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

આ સંબંધના બે મહિના પછી કાળાસરથી વિપુલ બાવળીયનો ફોન આવ્યો હતો અને તેણે સગીરાને મહેશનો મિત્ર હોવાનું જણાવ્યું હતું અને મહેશે નંબર આપ્યાનું કહ્યું હતું. આથી સગીરાએ તેની સાથે વાતો શરૂ કરી હતી. આજથી ત્રણ અઠવાડિયા પહેલાં મહેશે તેને ફોન કરી બોલાવતાં તે મહેશને વાડીએથી મળવા માટે ગઈ હતી.

મહેશ તેને નદીના વોંકળામાં લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી ગત 20મી માર્ચે રાતે બે વાગ્યે વિપુલનો ફોન આવ્યો હતો અને મળવું છે તેમ કહી સગીરાને બાઇકમાં બેસાડી બેટી નજીક ભરડીયામાં લઇ ગયેલ અને ભાગીને લગ્ન કરવાનું કહી સેક્સ માણ્યું હતું.

જોકે, બીજા દિવસે સવારે ચાર વાગ્યે વિપુલ સગીરાને પરત મુકવા આવ્યો હતો, પરંતુ તેઓ ફરીથી ભાગીને ચોટીલા-કાળાસર ગયા હતાં. સગીરા એક રાત વિપુલના મિત્ર કેશુભાઇના ઘરે પણ રોકાઇ હતી. પછીના દિવસે સગીરાએ તેનો ફોન ન લાગતા કેશુભાઇના પત્નીના ફોનમાંથી મહેશને ફોન કરતાં તે બાઇક લઇને આવ્યો હતો અને તેની સાથે ચોટીલા ગઇ હતી. અહીં તેણે લગ્ન કરી લેવા છે તેવી વાતો કરી હતી.

૨૨મીએ સગીરા મહેશ સાથે રાજકોટ આવી હતી અને ફરી ચોટીલા જતી વખતે અગાઉ મહેશે નદીના વોંકળામાં ફરી લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. અહીંથી પાછા ચોટીલા જતા રહ્યા હતા. આમ, સગીરા વિપુલ અને મહેશ સાથે ચાર દિવસ રહી હતી.

દરમિયાન ૨૭મી માર્ચે મહેશની માતાએ ફોન કરી સગીરાને તેના પરિવારને સોંપી દેવાનું જણાવતાં મહેશ તેને માધાપર ચોકડીએ લાવ્યો હતો. અહીંથી તેના માતા સગીરાને લોઠડા લઇ ગયેલ અને ૧૮૧ બોલાવી તેને પોલીસને સોંપી હતી. પરિવાર અને પોલીસને સમગ્ર વિગત જણાવતાં પોલીસે મહેશ અને વિપુલ સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર સગીરા હોવાથી પોસ્કોની કલમ પણ લગાડી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here