નાના ભાઈને લઈ 10મા ધોરણની પરીક્ષા આપવા જતાં નડ્યો અકસ્માત, બંનેના મોત

0
1087
Advertisement
Loading...

લાઠીના ભટવદર ગામ પાસે બાઈક પર જઈ રહેલા બે ભાઈઓને ડમ્પરે ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ 10માં ભણતાં ઋત્વિજ સોલંકીને આજે સામાજિક વિજ્ઞાનનું પેપર હોવાથી નાના ભાઈ યુવરાજ સાથે બાઇક લઈને પેપર દેવા જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે ધોરણ-9માં અભ્યાસ કરતાં યુવરાજ સોલંકીને લઈ ઋત્વિજ સોલંકી ભટવદરથી ધોરણ દસની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા.

દરમિયાન ગામની નજીક ડમ્પરે તેમની બાઇકને ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત પછી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે.

ભટવદર ગામના બે સગા ભાઈઓના મોત થતાં આખામાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે આ અકસ્માતને કારણે મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. હાલ પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

બંને ભાઇઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું

ભટવદર ગામ નજીક બંને ભાઇએ બાઇક પર જઇ રહ્યાં હતા ત્યારે કાળમૂખા ડમ્પરે અડફેટે લીધા

રસ્તા પર લોહીની નદીઓ વહી

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here