આજે હાર્દિક પટેલ સહિત પાસની ટીમ ગુજરાત રાજ્યપાલ મળશે ? જાણો કેમ

0
328
Advertisement
Loading...

આજે હાર્દિક પટેલ સહિત પાસની ટીમ ગુજરાત રાજ્યપાલ ને મળી ગુજરાતમાં કાયદો અને કથળતી સ્થિતિ મુદ્દે કરશે ચર્ચા આજ થી 15 દિવસ પહેલા રાજ્યપાલને મળવાનો સમય પાસ સંયોજક હાર્દિક પટેલ દ્વારા મગાયો હતો.

પાટીદાર નેતા અને પાટીદાર અનામતમની માગણી સાથે આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ અને તેમના સાથીઓ તેમની માગણીઓના મુદ્દે બુધવારે સાંજે પાંચ વાગે ગુજરાતના રાજયપાલ ઓ પી કોહલીને મળવા જઈ રહ્યા છે.પાટીદાર નેતાઓ પોતાની માગણીઓ માટે ગુજરાતના રાજપાલને મળવા જઈ રહ્યા છે તેવી આ પહેલી ઘટના છે.

ગુજરાત અનામત આંદોલન સમિતિ દ્વારા તા તા 18 જાન્યુઆરીના રોજ રાજયપાલને એક પત્ર પાઠવી તેમની માગણીઓના સંદર્ભમાં મળી રજુઆત કરવા માટે સમય માંગ્યો હતો, જેના જવાબમાં તા 22મી જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલને રાજયપાલ ભવન દ્વારા જાણ કરવામાં આવી હતી કે રાજયપાલ તા 31 જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગે અપને અને આપના સાથીઓને મળી શકે તેમ છે. જેના કારણ હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે આજે રાજયપાલ ભવન જશે

આ સંવાદદાતા સાથે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે ચુંટણી પુરી થયા પછી વિવિધ શહેરોમાં ભાજપ સરકારે મારી ઉપર કુલ નવ કેસ કર્યા છે, એક તરફ સરકાર અમને કાર્યક્રમ કરવાની મંજુરી આપતી નથી, અને બીજી તરફ કાર્યક્રમ કરો તો પોલીસ કેસ કરે છે,. મારી ઉપર જે પણ પોલીસ કેસ થયા તે ચુંટણી પુરી થયા પછી શરૂ થયા છે. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા મને જામીન આપવામાં આવ્યા ત્યારે નવ મહિના સુધી મહેસાણામાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકયો હતો, હવે તે વાતને બે વર્ષ થઈ ગયા છે. આમ છતાં હું જયારે પણ મહેસાણામાં પ્રવેશ માટે કોર્ટમાં અરજી કરુ ત્યારે ગુજરાત સરકાર પોતાના વકિલ મારફતે મારી અરજીનો વિરોધ કરી મને મહેસાણામાં પ્રવેશ કરતા રોકે છે.

હાર્દિકે જણાવ્યુ હતું આ ઉપરાંત પણ પાટીદાર અનામત, ખેડુતોના પ્રશ્નો અને બેરોજગારીના મુદ્દે અમે રાજય સરકારમાં રજુઆત કરવા માગીએ છીએ પરંતુ રાજય સરકાર હવે અમારી સાથે સંવાદ કરવા જ તૈયાર નથી, આ સંજોગોમાં અમારી પાસા રાજયપાલ સામે અમારી વાત મુકવા સિવાય કોઈ રસ્તો જ નથી, જેના કારણે આજે સાંજે હું અને મારા 21 સાથીઓ રાજયપાલને મળી અમારી વાત મુકીશુ.

ઉલ્લેખનીય છે કે અગાઉ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે. હાર્દિકે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર લખીને ગુજરાતની હાલની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે મુલાકાત માટે સમય માંગ્યો છે.

મળતી માહિતી મુજબ, હાર્દિકે પત્રમાં પોતાની સાથે અન્ય 21 પાસ કન્વીનારો સાથે મુલાકાત કરવા માટે અનુમતિ માંગતો પત્ર લખ્યો છે. પત્રમાં તેને ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ સમાજમાં પરિવર્તન જરૂરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here