સુરતમાં જાહેરમાં છરો લઈને દાદાગીરી કરનાર આ લેડી ડોન કોણ છે ? જાણો

0
716
Advertisement
Loading...

સુરતઃ વરાછા વિસ્તારમાં ધૂળેટીના દિવસે આતંક મચાવનારી ખૂબસૂરત યુવતી અને તેની સાથેના યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેના પગલે પોલીસ કમિશનરને પણ તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહિલ નામની આ યુવતી એકાએક લાઈમ લાઈટમાં આવી ગઈ હતી. જો કે હજુ તેની નાની મોટી ગુંડાગીર્દી જ હોવાથી પોલીસ પાસે પણ તેણીની પુરતી વિગતો નથી.

મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહીલને ગેંગના લોકો ભૂરીના નામે ઓળખે છે. ઉનામાં પાંચ બહેનોમાંથી આ અસ્મિતા નામની ઉર્ફે ભૂરી આઉટલાઈને ચડી ગઈ હોવાનું તેમના નજીકના લોકોએ કહ્યું હતું.

સાથે ભૂરી છેલ્લા કેટલાક સમયથી સંજય નામના તેના કથિત પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. અને આ સંજય સાથે જ ભૂરી પણ આતંક મચાવે છે.

અસ્મિતા ગોહીલ ઉર્ફે ભૂરી સૌ પ્રથમ લાઈમ લાઈટમાં વરાછા વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર વખતે પણ લાઈમ લાઈટમાં આવી હતી. ગોલ્ડન અને તેની બહેનની સાથે ભૂરીનું નામ પણ ચર્ચાયું હતું.

જો કે તે કેસમાં ભૂરીનો રોલ મહત્વનો ન હોવાથી તેણી માત્ર ચર્ચામાં જ આવી હતી. બાદમાં આ કેસમાં તેના વિરુધ્ધ કોઈ તપાસ થઈ નહોતી. હાલ ત્રિપલ મર્ડર કેસના તમામ આરોપી જેલવાસ ભોગવી રહ્યાં છે.

વરાછા વિસ્તારમાં અગાઉના સમયમાં અસ્મિતા મકવાણા નામની માથાભારે મહિલા હતી. જે રૂપાળી નહોતી પણ કામ તેના પણ એવા જ હતાં.

અસ્મિતા મકવાણા જે તે સમયે ફૂલનના નામે જાણી હતી. ભૂરીનું સાચું નામ પણ અસ્મિતા હોવાથી તેની તુલના સામાન્ય રીતે લોકો ફૂલન સાથે કરે છે.

જો કે, આ અસ્મિતા ગોહિલ ભૂરી લેડી ડોનના નામે પંકાયેલી છે. બન્ને વચ્ચે સામ્યતા છે તેમ ભિન્નતા પણ છે. પેલીનો ત્રાસ સામાન્ય લોકોને નહોતો. જ્યારે આ ભૂરી ડોન લુખ્ખાગીરી પર ગમે ત્યારે ઉતરી આવતી હોવાનું સામે આવ્યું છે.

બ્યૂટી અને બ્રેઈન સાથે લુખ્ખાગીરી પર હોળીના દિવસે ઉતરેલી અસ્મિતા ગોહિલનો વીડિયો કોર્પોરેટર ભરતે ઉતારી લીધો હતો. અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં આ ભૂરી અને તેના સાગરિતો નાસી ગયા હતાં. ધૂળેટીના દિવસે સામે આવેલા સમગ્ર પ્રકરણનો વીડિયો થોડા દિવસો બાદ વાયરલ થતાં પોલીસ કમિશનરે પણ તપાસના આદેશ આપી દીધા છે.

ભૂરી હસીન ડોનનો કથિત પ્રેમી સંજય પણ અગાઉ કોઈ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવી રહ્યું છે. સંજય હાલ મર્ડર કેસમાં જેલની હવા ખાઈને થોડા સમય અગાઉ જ બહાર આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે લેડી ડોન સાથે ફરી તે લુખ્ખાગીરીમાં ઉતર્યો હતો. અને ધમકી આપવા જતાં ફરી જેલ હવાલે થાય તેવા સંજોગો વાયરલ વીડિયોના કારણે સર્જાયા છે.

વાયરલ થયેલા વીડિયોમાં સંજુ અને અસ્મિતાબા ગોહિલ તેની જ ગેંગના આડા ફાટેલા સાગરિતોને ધમકી આપવા ગયાં હોવાનું સામે આવ્યું છે. બન્ને માથાભારે પ્રેમીઓ પોતાની ગેંગમાંથી આડા ચાલતાં અને તેમનું કહ્યું ન કરતાં લોકોની શાન ઠેકાણે લાવવા માટે ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જો કે, આ સમયે ઉતરેલો વીડિયો વાયરલ થયો છે.

અસ્મિતા અને તેના પ્રેમીના નામે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યાં છે. જેથી વરાછા વિસ્તારમાં જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં અને આસપાસમાંથી બન્ને અને તેના સાગરિતો પણ અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. અને ક્યાંય અગમ્ય સ્થળે જતાં રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ તેની ભાળ ન મેળવી શકે.

અસ્મિતા અને તેના કથિત પ્રેમી સંજુને ઝડપી પાડવા પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને આદેશ કર્યો છે. જેથી પોલીસ દ્વારા તમામ ઠેકાણે તપાસ તેજ કરી દેવામાં આવી છે. રાત્રિના સમયે પોલીસે અસ્મિતાના ઠેકાણા પર રેડ કરી હતી. ફરિયાદીને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી. જો કે, ભૂરી અને તેના સાગરિતો પોલીસના હાથમાં આવ્યાં નહોતાં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here