પિકનિક મનાવવા ગયેલા અમદાવાદના સાત યુવકો ડૂબ્યા, ત્રણ પાટીદાર યુવાનોના મોત

0
312
Advertisement
Loading...

મહેસાણાના વડનગરમાં પિકનિક મનાવવા ગયેલા અમદાવાદના ત્રણ યુવકોનું સાબરમતી નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. મળતી વિગતો અનુસાર, ગરમીના કારણે અમદાવાદના ઘાટલોડિયાની સતાધાર સોસાયટીના 12 જેટલા યુવકો પિકનિક મનાવવા માટે વડનગરના જૂના વાઘડી ગયા હતા.

ગરમીથી પરેશાન તમામ યુવકો સાબરમતીમાં નાહવા પડયા હતા. દરમિયાન સાત યુવકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. યુવકોને ડૂબતા જોઇ સ્થાનિક લોકોએ તેમાંથી ચાર યુવકોને બચાવ્યા હતા જ્યારે ત્રણ યુવકોના ડૂબવાના કારણે મોત થયા હતા. જ્યારે અન્ય યુવકોને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી વિગતો અનુસાર, મૃતકોમાં આયુષ પટેલ મિહિર પટેલ અને ભવ્ય પટેલ નામના ત્રણ યુવકોનો સમાવેશ થાય છે. યુવકોના મોતની ખબરથી સોસાયટીમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ત્રણેયના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે.

મોતને ભેટેલા ત્રણેય યુવકો તેમના પરિવારના એકના એક દીકરા હતા. યુવકોના મોતથી સોસાયટીમાં માતમ ફેલાયો હતો. જ્યારે મિત્રોને ગુમાવનારા યુવકો આઘાતમાં સરી પડ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here