યુવકને રૂમમાં લઇ ગઇ યુવતી, બીજી યુવતી આવી ને નગ્ન થઈને યુવકને નગ્ન કરી, પછી શું થયું ?

0
2047
Advertisement
Loading...

રાજકોટમાં લોકોને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા ખંખેરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે બે યુવતી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપક઼ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આ ટોળકીએ એક યુવાનને ચોટીલાની એક હોટલમાં બોલાવી તેની યુવતી સાથેની નગ્ન તસવીરો ક્લિક કરી હતી અને તેના મારફતે બ્લેકમેઇલ કરી 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, આ સમગ્ર મામલે યુવકે પોલીસને જાણ કરતા આ ટોળકી પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.

હનીટ્રેપ મારફતે યુવકોને ફસાવતી આ ટોળકીમાં કિશન સિધ્ધપુરા, રિદ્ધી ઓઝા અને સરોજ ડોડીયાનો સમાવેશ થાય છે. મળતી વિગતો અનુસાર, આરોપી રિદ્ધી ઓઝા રાજકોટનાં વાણીયાવાડી વિસ્તારમાં રહેતા ભરત પટેલને ઓળખતો હતો. જેથી ભરત પટેલ અનેકવાર રિદ્ધીને લઇને હોટલમાં જમવા અને શોપિંગ માટે લઇ જતો હતો.

બાદમાં રીદ્ધીનાં મંગેતર કિશન સિદ્ધપુરાને આ વાતની જાણ થતા કિશને અન્ય યુવતી સરોજ ડોડીયા સાથે મળીને ભરત પાસેથી રૂપિયા ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ રિદ્ધી ભરત પટેલને ચોટીલા ફરવા લઇ ગઇ હતી. જ્યાં બંન્ને એક હોટલમાં રોકાયા હતા. આરોપી રિદ્ધી અને ભરત હોટલમાં પહોંચતાની સાથે જ અન્ય આરોપી કિશન અને સરોજ રૂમમાં પહોંચ્યા હતા.

હોટલની રૂમમાં પહોંચ્યા બાદ ફરીયાદી ભરત પટેલને નગ્ન કરીને આરોપી સરોજ સાથેની નગ્ન તસવીરો ક્લિક કરી તેની પાસેથી ફોટાના બદલામાં 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં ફરીયાદી ભરત પાસે રહેલા 6 હજાર રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ 30 લાખ નહીં આપે તો નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આરોપીઓની ધમકીથી ડરી ગયેલા ભરત પટેલે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here